________________
પત્રાંક-૫૮૨
૪૧
કરે છે એ ન્યાયસ૨ ખોટું હોય તોપણ ખરેખર પરિસ્થિતિ આ છે. અને ત્યાં સમભાવ રાખે (તો) ઘણી સારી વાત છે. ત્યાં સમભાવ રાખે તો ઘણી સારી વાત છે.
મુમુક્ષુ ઃ– ઘણું સુંદર માર્ગદર્શન છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. અપમાન કરીને સહન ન કરી શકે એવી પરિસ્થિતિ હોય ત્યાં સમભાવ રાખવો એ તો પુરુષાર્થ માગે છે. એ કોઈ સામાન્ય સાધારણનું કામ નથી. એ તો અસાધારણ પુરુષાર્થનો વિષય છે.
મુમુક્ષુઃ–ઉપયોગથી પાછા રાગ-દ્વેષ થઈ જાય તો ઓર માઠું પરિણામ આવે ? પૂજ્ય ભાઈશ્રી :– હા, એવા જ બંધાય, એવા જ બંધાય. જે પ્રસંગને અનુસરીને જેવા પરિણામ કર્યાં હોય એવા જ કર્મ બંધાય, એવો જ ઉદય આવશે. એમ છે.
મુમુક્ષુ :– એટલે અત્યારે અપમાનનો નિષેધ આવે કે મારું અપમાન ન થવું જોઈએ. આ પરિણામ પોતે ભવિષ્યમાં અપમાન મળવાના પરિણામ થઈ ગયા ?
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. છે જ, એમ જ છે. અશાતા ન જોઈએ તો અશાતા બંધાય, શાતા જોઈએ તોપણ અશાતા બંધાય. બેય એક જ વાત છે. અશાતા ન જોઈએ અને શાતા જોઈએ, પ્રતિકૂળતા ન જોઈએ અને અનુકૂળતા જોઈએ. બેય પ્રતિકૂળતા આવવાનું જ કારણ છે. પ્રતિકૂળતા ન જોઈએ એમાં પ્રતિકૂળતાને નોતરે છે અને અનુકૂળતા જોઈએ એ પણ પ્રતિકૂળતાને જ નોતરુ છે. સીધી વાત છે.
મુમુક્ષુ :– તાવ આવ્યો અને તાવ મટાડવાના ભાવમાં પાછો તાવ આવે ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. તાવ આવે. એ જ વખતે. એમ છે. ચક્કર ચાલુ જ છે. જૂનો ઉદય છે, નવો બાંધે છે. કાં શુભનો ઉદય હોય, કાં અશુભનો ઉદય હોય. પ્રકૃતિમાં ત્રીજો તો કોઈ વિભાગ નથી. શુભાશુભ પ્રકૃતિમાં ત્રીજો વિભાગ નથી. પછી બધા એના પેટા વિભાગમાં જાય છે. તો શુભના ઉદય વખતે શુભનો રસ ચડે છે અને અશુભના ઉદય વખતે એના ખેદનો રસ ચડે છે. અને બેય વખતે જીવ વિશેષ કર્મબંધનમાં આવે છે. આમ ને આમ એનું સંસારનું ચક્ર છે એ કર્મથી છૂટીને મોક્ષ થવાનું બનતું નથી. માટે વિવેકીજીવ એ વિચારે છે, કે ઉદય ભલે ગમે તે આવ્યો. એના મૂળને છેદવું છે. એનું મૂળ તો શુભાશુભ પરિણામ છે. તેહ શુભાશુભ છેદતા ઊપજે મોક્ષ સ્વભાવ.' છેલ્લે શુભાશુભને છેદવું છે.
શું કહે છે ? પૂર્વે યથાસ્થિત વિચાર કર્યા વિના...' એટલે અવિચારીપણે. પોતાના જીવે પ્રવૃત્તિ કરી તેથી આવા વ્યવહારનો ઉદય પ્રાપ્ત થયો છે,...' જાણે છે ને ? લખે છે આમ. જેથી ઘણીવાર ચિત્તમાં શોચ રહે છે;...' ઘણીવાર ચિત્તમાં શોચ રહે છે. પણ