________________
પત્રાંક-૫૮૩
૫૯
છે. બહુ મોટો તફાવત છે. એકમાં એકલો ક્લેશ અને એકલું દુઃખ છે અને એકલી ઉપાધિ છે. બીજામાં અનંત... અનંત... અનંત... સમાધિ સુખ છે. આ બે વાત નક્કી કરવામાં માખી જેટલો વિવેક નથી કરવો ? પોતે સંશી પંચેન્દ્રિય પ્રાણી છે. આ ત્રણ ઇન્દ્રિય પ્રાણી છે. આમાં એકલી ઉપાધિ, એકલો ક્લેશ અને એકલું દુઃખ છે. સંસારમાં કાંઈ સુખ છે ? હોય તો દેખાડો. આમાં એકલું સુખ જ છે. દુઃખનું નામનિશાન નથી, દુઃખની ગંધ પણ ક્યાંય નથી. દુઃખનો તો પડછાયો પણ પડે એવું નથી. પસંદગી કરવાની છે. આટલી સીધી સાદી વાત છે. ... પાછો તર્ક એ થાય કે પસંદગી ન થાતી હોય તો શું કરવું ? કે એક પસંદગી તો તેં કરેલી છે. હવે પસંદગી બદલવાની વાત છે. તો જે તેં પસંદ કર્યું છે અને જે પસંદ કરેલી તારી પ્રવૃત્તિ છે એમાં સુખ કેટલું છે એ જોઈ લે, અનુભવ કરી લે હવે તો. એમાં તું કેટલો નિરૂપાધિ છો ? કેટલો તું સુખી છો એ નક્કી
કર.
સુખી હોય તો તું ત્યાંથી નહિ છૂટી શકે. સુખની કલ્પનાથી સુખી હોઈશ તો તું એ દુઃખમાંથી નહિ છૂટી શકે. અને નહિતર એમાં કચાંય સામું જોવા જેવું નથી. પડવા જેવું તો નથી પણ સામું જોવા જેવું નથી. આ તો પરિસ્થિતિ છે સમજવાની. નક્કી કરી લેવું પડશે, ધ્યેય તો નક્કી કરવું પડશે. એ વગર એક ડગલું આગળ ભરવાની વાત નથી. ગમે ત્યારે એ પ્રશ્ન ઊગે કે પૂછો, એમાં કોઈ બીજી અપેક્ષા નથી લાગતી. એમાં કોઈ અપેક્ષિત વાત નથી કે આને પહેલા હોય અને પછી આમ હોય, એવી કાંઈ વાત નથી. કોઈની અપેક્ષા નથી. એકદમ સંસારી પ્રાણી લીધો છે. અને એને શરૂઆત કરવી હોય તો એણે પૂર્ણતાનું લક્ષ બાંધ્યે જ છૂટકો છે. ત્યાં સુધી એ પહેલાની અત્યાર સુધીની અનંત કાળની ધાર્મિક પ્રવૃત્તિ વ્યર્થ ગઈ અને હજી પણ વ્યર્થ જ જશે. સમજી લેવું. મહેનત પાણીમાં જાવાની છે. અવગુણ ઊપજશે તો પાછો ઉપાધિનો પાર નથી. હું ધર્માત્મા, મેં આટલું કર્યું. તો એ પાછો ઉપાધિનો પાર નથી. કારણકે એમાંથી પાછા દુર્ગુણ શરૂ થઈ જશે. સૂક્ષ્મ થાય ત્યાં સુધી પોતાને ન ખબર પડે. પછી બીજાને ખબ૨ પડવા મંડે કે આ ભાઈને ખબર નથી પડતી પણ આપણને ખબર છે કે આને ગડબડ થઈ.
મુમુક્ષુ :– જ્યાં સુધી ધ્યેય નક્કી ન કરે ત્યાં સુધી એ પાપને સંમત કરે છે ? પૂજ્ય ભાઈશ્રી :– આખા સંસારના પાપને, બધા પાપને. એકેય બાકી નહિ. કરે છે અને અનુમોદે છે. બેય વાત છે.
મુમુક્ષુઃ-.
...