________________
૬૨
રાજહૃદય ભાગ-૧૨ મતિજ્ઞાનની સ્મૃતિ એટલી તીવ્ર હતી. પણ જુઓ!પરિસ્થિતિ પલટી છે. અંદર ગયા. એ તો બહારની પરિસ્થિતિ હતી. અંદર ગયા પછી કહે છે, તીવ્ર સ્મૃતિ હતી તે સ્મૃતિ હવે વ્યવહારને વિષે ક્વચિત્ જ, મંદપણે પ્રવર્તે છે.” ભાગ્યે જ કોઈવાર સાંભરે છે અને એ ભૂલી જવાય છે. કાંઈ યાદ રહેતું નથી.
થોડા જ વખત પહેલાં, એટલે થોડાં વર્ષો પહેલાં વાણી ઘણું બોલી શકતી, વક્તાપણે કુશળતાથી પ્રવર્તી શકતી....... Oratary -વફ્તત્વ પણ બહુ સારું હતું. તે હવે મંદપણે અવ્યવસ્થાથી પ્રવર્તે છે. એમાં પણ મંદતા આવી ગઈ છે. વ્યવસ્થાએ નથી, અવ્યવસ્થાથી વર્તે છે. થોડાં વર્ષ પહેલાં, થોડા વખત પહેલાં લેખનશક્તિ અતિ ઉઝ હતી;.” લેખકો ભાષામાં Doctarate થાય એ બધાને શિષ્યો થાવું પડે એવી લેખનશક્તિ નાની ઉંમરમાં હતી. સોળ વર્ષે એમના “વવાણિયાના દરબારને અભિનંદન પત્ર આપ્યું છે. એમાં શિખામણ આપી છે કે રાજ કેવી રીતે કરવું. આપણી પાસે છે વાંચવું હોય તો. એવી શિખામણ આપી છે કે અત્યારના હિન્દુસ્તાનના Prime ministerને રાજ કરવું હોય તો આ કામમાં આવે એવી ચીજ છે. એટલી બધી એમની બુદ્ધિકુશળતા હતી. રાજ કરવું હોય તો કેવી રીતે કરવું ? પ્રજા સાથે કેવી રીતે વર્તવું. “વાઘજી મહારાજાધિરાજ નામદાર વાઘજી બહાદુરનું બિરુદકાર્ય. બિરુદ એટલે એને ધન્યવાદ આપ્યા છે. પ્રયોજક “શ્રીમદ્ રાજચંદ્ર પ્રથમ આવૃત્તિ સને ૧૯૩૧. આ જે સને બે હજારને અત્યારે તો સંવંત કહેવાય છે. આ ૧૯૯૦થાય ને ? ૧૯૯૦ચાલે છે ને? કેટલા વર્ષ થયા? ૫૦-૬૦વર્ષ પહેલા છે. સનું લખ્યું છે. કેટલા પાના છે? ૧, ૨, ૩, ૫, ૭. સાત Page ની અંદર શિખામણ આપી છે. આમ ઇન્સાફ કરવો, આમ કરવું, આમ કરવું.
જેમ બને તેમ યોગ્ય રીતે રાજભાગ ઓછા કરવા. દિવસે દિવસે કર વધારે છે. આ કહે રાજભાગ ઓછા કરવા.... ઈન્સાફ કરવો, જેમ રેયત લક્ષ્મીવાન થતી જાય તેમ કરવું. રૈયતને ગરીબ ન કરવી. કઈ પ્રકારે રાંકડી રૈયતને... નહિ કેમકે એ તો રાજ છે. તેનું હૈડુ.. કરવું. લ્યો ઠીક ! કેવા શબ્દો વાપર્યા છે ! કાઠિયાવાડી શબ્દ છે. હૈડુ એટલે હૃદય....કરવું. પ્રજાને રંજન કરી જાણે તે રાજા. રાજા કોણ? પ્રજાનું રંજન કરી જાણે તે રાજા. મૂળ તો પ્રારંભમાં જ પહેલું સૂત્ર બાંધ્યું છેરાજા માટેનું. કોઈ કોઈ વાતમાં Underline કરી છે. કેટલી બુદ્ધિકુશળતા હતી ! આટલું લખી શકતા, આટલું બોલી શકતા, ભાષણ કરી શકતા. ૨૮મા વર્ષે બધું બંધ થઈ ગયું છે. રાજાઓનો મુખ્ય વેપાર કયો ? એમ વિદ્વાનના હૃદયમાં પ્રશ્ન ઉઠવાથી પ્રજાસુખ એવો એમણે અંતે ઉત્તર શોધ્યો