________________
રાજહૃદય ભાગ-૧૨ પૂજ્ય ભાઈશ્રી:-કરે છે એટલે શું છે?કે ઉદય આવે તે કરી લે. ન ઉદય હોય ત્યાં તો પ્રશ્ન નથી. પણ અંદર તો બધું પડ્યું છે. અભિપ્રાયમાં તો આખો સંસાર કરવાનો પડ્યો છે. આખો સંસાર ભોગવવાનો પડ્યો છે. કરીને ભોગવવું, ઉદય કરતા કરતા પણ... અને અભિપ્રાયથી અનુમોદે છે. બજારમાં બેઠા બેઠા વેપારી શું વાત કરે ? દાણાપીઠમાં જાવ તો એય.! ભાઈ ! તેલની તેજી આવીને. આ તેલના વેપારી એક મહિનામાં આટલું કમાણા. ઓલા લોખંડવાળા કહે કે ઓલા આટલું કમાણા, ફલાણા. આટલુ કમાઈ ગયા. ફલાણાને આટલા પૈસા થઈ ગયા. પાંચ વર્ષ પહેલા ખબર નહોતી આ બજારમાં કે આ કોણ છે. અત્યારે બે કરોડ છે, એમ કહે. હવે એ વાતો કરવાનો શું પ્રયોજન છે? અનુમોદે છે. એણે જેટલા જેટલા કાર્યો કરીને એ ધનાર્થીપણું પોતાને છે એટલે બીજાને ધન મળ્યું, એણે જેટલા આડા-અવળા (કર્યા એ બધાનું અનુમોદન એને પહોંચે છે.
મુમુક્ષુ જેબાજુથી આ કમાય છે એ...
પૂજ્ય ભાઈશ્રી:-.બધાનું અનુમોદન છે.ખબર જ નથી કેવી રીતે જીવ કર્મ બાંધે છે. આમ કમાવું જોઈએ, આવી રીતે કમાવું જોઈએ, એને કમાતા આવડ્યું. બધું એનું અનુમોદન છે. એણે શું ધંધો કર્યો હતો ? કેટલા પાપ કર્યા હતા? કેવા પરિણામ કર્યા હતા? બધાને તારું અનુમોદન પહોંચે છે. તને કાંઈ ખબર નથી. એને એ ખબર નથી કે આ કોટડી ભાડે લીધી છે. હાથ-પગ અને માથાવાળી કોટડી ભાડે લીધેલી છે. એ ભૂલી જાય છે કે આ પણ ભાડે જ છે. આમાં પણ અમુક મુદત સુધી જ રહેવાનું છે. Tenency rightપણ નથી. બીજા ઘરમાં તો ભાડુતી હક મળે છે કે બહાર નીકળે તો પાઘડી મળે. આને તો પાઘડી પણ મળે એવું નથી. સીધી રાખ જ બનાવવાની. આ ઘર છોડ્યા પછી એની પાઘડી નહિ ઊપજે. બીજા ઘરની તો પાઘડી ઊપજે છે. એ ભૂલી જાય છે કે આ પણ ભાડે લીધેલી વાત છે. રોજભાડુ દઉં છું. ઓલુ મહિને-મહિને દેવું પડે. આ બપોરસવાર-સાંજ દેવું પડે.
મુમુક્ષુ –આ અનુમોદનાની વાત. પૂજ્ય ભાઈશ્રી:-ચાલી જાય ત્યારે ચાલી જાય.
શ્રીમદ્જી શું કહે છે? પોતાની દશાનું વિશેષ આગળ વર્ણન કરે છે. “અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જચિત્તેચ્છા રહે છે. સ્વરૂપમાં લીન રહી જઈએ, સ્થિર રહી જઈએ. “સાદી અનંત અનંત સમાધિ સુખમાં. અનંતદર્શન, અનંતજ્ઞાન સહિત’ એવી ચિત્તેચ્છા રહે છે. એ તો પોતે જ ગાયું છેને. એ પદપોતે જગાયું છે. “સાદિ અનંત