________________
૫૮
રાજહૃદય ભાગ–૧૨ મુમુક્ષુ – પાત્રતા આવવા માટે નિજ અવલોકન કરવું પડે કે પહેલા લક્ષ બંધાય પછીનિજ અવલોકન થાય?
પૂજ્ય ભાઈશ્રી - લક્ષ તો પહેલા જ બાંધવાની વાત છે. લક્ષ બાંધ્યા વગર તો એક ડગલું આગળ ભરી શકવાનો કોઈ પ્રશ્ન જ નથી. યથાર્થ પ્રકારે. અયથાર્થ પ્રકારે ભલે દ્રવ્યલિંગી સુધી પહોંચી જાય. અગિયાર અંગ અને નવ પૂર્વ સુધી પહોંચી જાય. લક્ષ બાંધ્યા વગર તો એક ડગલું આગળ વધવાનો પ્રશ્ન નથી. એ તો સિદ્ધાંત નક્કી થઈ ગયો. એ તો અનુભવથી સિદ્ધ કરેલો અંત થયેલો છે. સિદ્ધ + અંત. અંતે સિદ્ધ થયેલી વાત છે. એમાં શું ફેરફાર કરવાનો ? એ તો ફેરફાર કરવાનો પ્રશ્ન જ નથી.
મુમુક્ષુ - એવું લાગે છે કે લક્ષ બંધાણું હોય એવું લાગતું નથી. તો આ લક્ષ બાંધવા માટે શું કરવું?
પૂજ્ય ભાઈશ્રી – ફરી ફરીને આત્માને પૂછવું કે તું શું કરવા શાસ્ત્ર વાંચે છો? શું કરવા શાસ્ત્ર સાંભળે છો ? શું કરવા ધાર્મિક પ્રવૃત્તિ કરે છો ? ભગવાનના મંદિરમાં જઈને દર્શન તો કરે છે કે નહિ ? કારણ છે? જો જીવ લક્ષ નથી બાંધતો ત્યાં સુધી આત્માર્થી થતો નથી, મોક્ષાર્થી થતો નથી. કેમકે મોક્ષનું લક્ષ છે ને ? એટલે એને મોક્ષાર્થી કહ્યો છે. આત્માર્થી શબ્દનો ત્યાં પ્રયોગ નથી. પહેલા પ્રકરણમાં મોક્ષાર્થીનું સ્વરૂપ લખ્યું છે, આત્માર્થીનું નથી લખ્યું. કેમકે મોક્ષાર્થી થાય તો આત્માર્થી થાય છે. જ્યાં સુધી મોક્ષાર્થી નથી ત્યાં સુધી આત્માર્થી નથી. તો કેવો છે?ધનાર્થી, સંસારાર્થી છે. બે તો ભાગ છે. ત્રીજો Class નથી. કાં તો આ Classમાં નાખો, કાં તો આ Classમાં ખવો. બેમાંથી એકમાં પોતાની જાતને ખતવી દીધી. જો પોતે સંસારાર્થી હોય તો એનું ફળ સંસાર છે. અર્થ નામ પ્રયોજન. પોતાને જો સંસારનું પ્રયોજન હોય તો એનું ફળ સંસાર છે. પોતાને મોક્ષનું પ્રયોજન હોય તો એનું ફળ મોક્ષ છે. વાત પોતાના હાથની છે. બે ચીજમાંથી એકની પસંદગી કરી લેવાની છે.
એટલે તો “સોગાનીજી એકમાખીનો દાખલો આપે છે કે, બે ચીજ સરખી દેખાય, ફટકડી અને સાકરનો ગાંગડો, તો માખી ફટકડી ઉપર નથી બેસતી અને સાકરના ગાંગડા ઉપર બેસે છે અને ઉડાડવા માગો તો ઉડતી નથી. એ પંચેન્દ્રિય પ્રાણી નથી તોપણ એને આટલી Sense છે. એને ત્રણ ઇન્દ્રિય છે. આંખ નથી હજી. માખીને આંખ ઇન્દ્રિય નથી. સ્પર્શના, રસના અને ધ્રાણેન્દ્રિય. તોપણ એને સાકર ઉપરથી ઊઠવું નથી અને ફટકડી ઉપર બેસવું નથી.
હવે અહીંયાં બે ચીજ છે. એ પાછી ભળતી નથી. બે વચ્ચેનો Extreme તફાવત