________________
૬ ૧
પત્રાંક-૫૮૩ અનંત સમાધિ સુખમાં રહેવું. અને બધા સંતો એ જ ચાહે છે. “સુખધામ અનંત સુસંત ચહી' સુસંત-જેટલા સમ્યફ સંતો છે. સુસંત એટલે શાંત-સમ્યફ સંતો છે એ બધા સુખધામને જ ચાહે છે, બધાએ એ જ ચાહ્યું છે. કોઈએ સંસારને ચાહ્યો નથી. ચાહીને શું કરે છે કે દિન રાત રહેત ધ્યાન મહી.” એતો પછી દિનરાત એના ધ્યાનમાં રહે છે.
અચલતિ આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જચિત્તેચ્છા રહે છે, અને ઉપર જણાવ્યા પ્રસંગોની આપત્તિને લીધે કેટલોક તે સ્થિતિનો વિયોગ રહ્યા કરે છે. ઉપર જણાવ્યા પ્રસંગોની આપત્તિ છે. શું છે? ખાવું તે અમારે આપત્તિ છે, પીવું તે અમારે આપત્તિ છે અને સૂઈ જાવું એ આપત્તિ છે. કોઈની સાથે વાતચીત કરવી એ પણ અમને આપત્તિ છે. ઉપર જણાવ્યા પ્રસંગોની આપત્તિને લીધે જુઓ ! કેવો શબ્દ વાપર્યો છે? કેટલોકતે સ્થિતિનો વિયોગ રહ્યા કરે છે. એટલે જે અચલિતપણે સ્વરૂપમાં રહેવું છે એનો વિયોગ થાય છે. એટલું ચલિત થવું પડે છે. આ ઘા વાગે છે. ‘ઉપયોગ બહાર નીકલા કિ જમકા દૂત સમજો.” એ આ વાત આવી. છે ને?બરાબરમેળ ખાય છે કે નહિ?
વિયોગ રહ્યા કરે છે અને તે વિયોગ માત્ર પરેચ્છાથી રહ્યો છે, સ્વચેછાના કારણથી રહ્યો નથી, એ એક ગંભીર વેદના... એટલું પરાધીનપણું, બીજાની ઇચ્છાને આધીન થઈને રહેવું પડે છે એની એક ગંભીર વેદના થાય છે. એ વેદના “ગંભીર વેદના ક્ષણે ક્ષણે થયા કરે છે. બે જગ્યાએ વેદના શબ્દ વાપર્યો છે. પહેલેથી ત્રીજી લીટીમાં છે. લોકવ્યવહાર ભજવો ગમતો નથી, અને તજવો બનતો નથી; એ વેદના.... છે. આખા દિવસમાં. આખો દિ એ વેદના ચાલે છે. બીજી, આ પરેચ્છાથી આત્મામાં અચલિત રહેવામાં વચ્ચે જે વિક્ષેપ પડે છે એની ગંભીર વેદના, ક્ષણે ક્ષણે ગંભીર વેદના થાય છે. પુરુષાર્થ એવો ઉપડ્યો હતો. આયુષ્ય હોત તો આગળ નીકળી ગયા હોત–ચારિત્રમાં આવ્યા હોત. આયુષ્ય નહોતું, ચારિત્રમાં ન આવ્યા તો ચારિત્રના મૂળિયા બાળી નાખ્યા. આ ચારિત્રના મૂળિયા બાળે છે. અચારિત્રના. ચારિત્ર એટલે અચારિત્રના મૂળિયા બાથે
“આ જભવને વિષે અને થોડા વખત પહેલાં વ્યવહારને વિષે પણ સ્મૃતિ તીવ્ર હતી. પાંચ વર્ષ પહેલા જુઓ તો) શતાવધાન (કર્યા હતા. ડાબા હાથનો ખેલ. શતાવધાન પૂરા કર્યા ત્યારે એમણે કહ્યું કે આ શતાવધાન કરનારને સહસ્ત્રાવધાન કરવું એ સામાન્ય વાત છે. શું કહ્યું? કોઈ હસ્તાવધાન કરેને તો લોકોની આંખો પહોળી થઈ જાય કે આ હસ્તાવધાન કરે છે. એમ આ શતાવધાન પૂરા કરીને એમણે એમ કહ્યું, કે સહસ્ત્રાવધાન કરવા હોય તો અમારે ડાબા હાથનો ખેલ છે. એટલું સમર્થ !