________________
૬૮
રાજહૃદય ભાગ-૧૨ આવે છે. કહે છે કે લૌકિકજનોનો સંગ એ રીતે કરવા જેવો નથી.
સંપૂર્ણ મોક્ષ થાય, સર્વ કર્મોનો ક્ષય થાય એ જ અસંગતા કહી છે. ત્યારે અસંગતા કહી. કેમ કે સંપૂર્ણપણે જીવના પરિણામ સમગ્ર રીતે પોતાના સ્વરૂપમાં લાગેલા રહે છે, સ્વરૂપથી બહાર કિંચિત્ પણ પરિણામ જઈને કોઈ પરદ્રવ્યનો સંગ કરતા નથી. માટે તે અસંગદશા કહેવા યોગ્ય છે. અને એવી અસંગદશામાં સુખસ્વરૂપપણું છે. એ દશા કેવી છે? એ દશા સુખસ્વરૂપે છે. સંગનો ભાવ મટતા આત્મિક સુખ એમાં પ્રગટ થાય છે. આ તો સુખ-દુઃખની સમસ્યાનું સમાધાન છે.
આ જીવને દુઃખ શું કરવા થાય છે? બીજો સંગ કરવો છે માટે કોઈ જીવનો, કોઈ પરમાણુનો પોતાને સંગ કરવો છે એના કારણે એને દુઃખ છે. અથવા પોતાના પરિણામ, પોતાના સ્વરૂપને છોડીને અન્ય પદાર્થ પ્રત્યે ખેંચાય છે, આકર્ષાય છે એ આકુળતાને જન્મ આપે છે, એ આકુળતાને જન્માવે છે. સાથે સાથે જ તત્કાળ આકુળતાનો જન્મ થાય છે એનું નામ દુઃખ છે. જો પોતાના સ્વરૂપમાં પરિણામ રહે તો ત્યાં સુખ પ્રગટે છે. અંશે સ્વરૂપમાં રહે તો આંશિક સુખ પ્રગટે છે, સંપૂર્ણપણે સ્વરૂપમાં લીન રહેતો સંપૂર્ણ સુખ પ્રગટે છે. આ પરિણામનું વિજ્ઞાન સુખ-દુઃખ સંબંધીનું છે.
એટલે કહે છે કે “જ્ઞાની પુરુષોનાં તે વચન અત્યંત સાચા છે. અમને અંશે એ સુખ પ્રગટ થયું અને અંશે સંગ-અસંગનો અનુભવ કર્યો, ત્યારે એમ લાગે છે કે જ્ઞાનીપુરુષે આ વાત કરી છે તે અત્યંત સાચી છે, સંપૂર્ણ સાચી છે, નિઃસંદેહપણે તે સ્વીકારવા જેવી છે. ક્યાંય શંકા કરવા જેવી નથી. કેમકે સંત્સગથી એનો અનુભવ થાય છે, સત્સંગથી પ્રત્યક્ષ અનુભવ થાય છે, એનો અત્યંત પ્રગટ અનુભવ થાય છે. સત્સંગથી એ વાત અનુભવગોચર થાય છે. પોતાને અનુભવ થવામાં, અસંગપણાનો અનુભવ થવામાં સત્સંગથી તે અનુભવ ઉત્પન્ન થાય છે. સત્સંગ એમાં કારણ બને છે.
હવે થોડું એક લીટીમાં માર્ગદર્શન આપે છે કે, નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે.” પરિચય એટલે અહીંયાં એ જાતનો પોતાનો પુરુષાર્થ કરવામાં આવે, વારંવાર પુરુષાર્થની Practice કરવામાં આવે. સ્વસમ્મુખતાનો વારંવાર પ્રયત્ન કરવામાં આવે, પ્રયત્નરૂપ અભ્યાસ કરવામાં આવે તો નિર્વિકલ્પ ઉપયોગમાં સ્થિરતા કેવી હોય, કેમ હોય એનું લક્ષ જાય છે. નિર્વિકલ્પ ઉપયોગમાં કેવા પ્રકારે આત્મસ્વરૂપની સ્થિરતા રહે? એનું જ્ઞાન, એનું લક્ષ થવું ઘટે છે. એ કેવી રીતે થાય? શાસ્ત્ર વાંચવાથી ન થાય, શાસ્ત્ર સાંભળવાથી ન થાય. એ તો એક જાણવા મળે છે. શાસ્ત્ર વાંચવું અને સાંભળવું એમાં એક માહિતી મળે છે. પણ ખરેખર