________________
૬૬
ચજહૃદય ભાગ-૧૨ જુદાપણું-વ્યતિરિક્તપણું-જુદાપણું દૂરપણે એ વિચારવાન જીવને શ્રેયરૂપ છે.
મુમુક્ષુ:- આખા દિવસમાં લૌકિક જીવોનો જ સંગ છે.
પૂજ્ય ભાઈશ્રી:- સંગ પોતે કરે છે કે થાય છે પોતાને રસ કેટલો છે? સવાલ એ છે. પદ્રવ્યનો સંયોગ, વિયોગ એ તો યોગાનુયોગ પ્રમાણે અથવા પૂર્વકર્મ પ્રમાણે અથવા આ જીવની પૂર્વે વિચારપૂર્વક પ્રવૃત્તિ નહિ હોવાને કારણે હોય છે). શું કરવા? આગલા પત્રમાં પોતાને માટે લીધું ને એમણે ? કે અમે આ ધંધો-વ્યાપારમાં ફસાણા, કારણ શું છે? કે પૂર્વે વિચાર નહિ કરીને પ્રવૃત્તિ કરેલી. એટલે અવિચારપણે પ્રવૃત્તિ કરેલી. એનું ફળ ભોગવીએ છીએ. અત્યારે રુચિ નથી, ગમતું નથી, ત્રાસ લાગે છે. દુકાને બેઠા છે પણ ત્રાસ લાગે છે. પણ પૂર્વે વિચાર કર્યા વિના પ્રવૃત્તિ કરેલી છે. હિતઅહિતનો વિચાર કર્યા વિના એટલે આત્મા હિત-અહિતનો વિચાર કર્યા વિના પ્રવૃત્તિ કરી છે. અને એ પ્રવૃત્તિએ જે કર્મનિબંધન કર્યું એનું ફળ અત્યારે ભોગવીએ છીએ. એમ છે. જીવ અત્યારે કેટલો રસ લે છે એના ઉપર એનો અપરાધ છે. જેટલો રસ લે એટલો અપરાધ છે.
પત્રાંક-૫૮૫
મુંબઈ, ચૈત્ર વદ ૧૧, શુક, ૧૯૫૧ જેમનિર્મળતારે રત્નસ્ફટિકતણી, તેમજજીવસ્વભાવ રે; તેજિન વીરે રે ધર્મપ્રકાશિયો પ્રબળ કષાયઅભાવ.” સત્સંગનૈષ્ઠિકશ્રી સોભાગ તથા શ્રી ડુંગરપ્રત્યે નમસ્કાર પૂર્વક,
સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મનો ક્ષય થયે જ અસંગતા કહી છે અને સુખસ્વરૂપતા કહી છે. જ્ઞાની પુરુષોનાં તે વચન અત્યંત સાચાં છે; કેમકે સત્સંગથી પ્રત્યક્ષ, અત્યંત પ્રગટતે વચનોનો અનુભવ થાય છે.
નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે. સુધારસ, સત્સમાગમ, સલ્લાસ્ત્ર, સદ્દવિચાર અને વૈરાગ્ય-ઉપશમ એ સૌ તે સ્થિરતાના હેતુ છે.
૫૮૫માં પણ “સોભાગભાઈને આ જ પદનું મથાળુ ટાંકીને એક નાનો પત્ર લખેલો છે.