________________
પત્રાંક-૫૮૪
પત્રાંક-૫૮૪
મુંબઈ, ચૈત્ર વદ ૧૧, શુક્ર, ૧૯૫૧
જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવસ્વભાવ રે; તે જિન વીરે રે ધર્મપ્રકાશિયો,પ્રબળ કષાયઅભાવ રે.’ વિચારવાનને સંગથી વ્યતિરિક્તપણું પરમ શ્રેયરૂપ છે.
તા. ૧૪-૧૨-૧૯૯૦, પત્રાંક – ૫૮૪ થી ૫૮૬ પ્રવચન નં. ૨૭૧
૬૫
પત્ર-૫૮૪.પાનું-૪૫૮. એક પદ ટાંકીને Post card પૂરું કરેલું છે. જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવભાવ રે;
તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાયઅભાવ .’ સ્ફટિક રત્નનું દૃષ્ટાંત આત્મસ્વરૂપને સમજાવવા માટે શાસ્ત્રોમાં ‘સમયસાર’ આદિ પરમાગમોમાં પણ પ્રસિદ્ધ છે. જેમ એ પારદર્શક સ્વભાવ છે, જેને કોઈ વર્ણ નથી. પારદર્શકપણું હોવાથી જેને કોઈ વર્ણ નથી. એમ જીવ પણ કોઈ મલિનતા વિનાનો, કષાયના અભાવસ્વરૂપે (છે). પ્રબળ એટલે સર્વાંશે—સંપૂર્ણપણે જેને કષાયનો અભાવ છે એવો જિનધર્મ છે. ધર્મ જે પ્રકાશ કર્યો છે, જિનેન્દ્રદેવે ધર્મનો પ્રકાશ કર્યો છે એ કષાયના અભાવસ્વરૂપે, કષાયના કોઈ અંશના સદ્ભાવ સ્વરૂપે ધર્મ નથી. પ્રબળ કષાયનો અભાવ એટલે કષાયના કોઈ અંશના સદ્ભાવે ધર્મ નથી. અભાવે ધર્મ છે. જેટલો અભાવ એટલો ધર્મ, સંપૂર્ણ અભાવે સંપૂર્ણ ધર્મ.
વિચારવાનને સંગથી વ્યતિરિક્તપણું પરમ શ્રેયરૂપ છે.’ વિચારવાન જીવ એટલે મુમુક્ષુજીવે બને તેટલો લૌકિક સંગ છે ત્યાંથી જુદા રહેવું. લૌકિક સંગ, પ્રસંગ એનાથી બને એટલું જુદા રહેવું, આઘા રહેવું, દૂર રહેવું. એ એના માટે કલ્યાણનું કારણ છે, શ્રેયનું કારણ છે. અથવા લૌકિકજનોનો જે સંગ છે એમાં જે જીવને રસ પડે છે તો એને લૌકિકભાવો અને લૌકિક વિષયોનો રસ એમાં પોતાને છે કે જે આત્માને શ્રેયરૂપ નથી, અોયરૂપ છે. એમ સીધી વાત છે. એટલે લૌકિક સંગથી