________________
પત્રાંક-૫૮૫
૬૭
જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવસ્વભાવ રે; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાયઅભાવ છે.’ સત્સંગ નૈષ્ઠિક શ્રી સોભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે નમસ્કાર પૂર્વક, સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મનો ક્ષય થયે જ અસંગતા કહી છે અને સુખસ્વરૂપતા કહી છે. જ્ઞાની પુરુષોનાં તે વચન અત્યંત સાચા છે; કેમકે સત્સંગથી પ્રત્યક્ષ, અત્યંત પ્રગટ તે વચનોનો અનુભવ થાય છે.’ અત્યારે સત્સંગમાં જે વાતનો સ્પષ્ટ અનુભવ થાય છે, કે જેટલું અસંગપણું થાય છે, સંગથી દૂર જવાય છે એટલો જીવ અપરાધથી બચે છે. જેટલો પોતે સંગ કરવા જાય છે એટલો અપરાધ થાય છે. તો જ્ઞાનીપુરુષોએ તો એનો છેલ્લો છેડો જે છે, અંત છે એ પ્રકાશિત કર્યો છે કે સહજ આત્મદ્રવ્ય જો અત્યંત એટલે પરિપૂર્ણ પ્રકાશ થાય, એ ઉપાદાનથી, નિમિત્તથી લઈએ એટલે કે સર્વકર્મનો ક્ષય થાય એ જ અસંગતા કહી છે. ‘એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શના.’ એ ‘અપૂર્વ અવસર'માં ગાયું. એક પરમાણુની સ્પર્શના પણ આ આત્મદ્રવ્યને કરવા યોગ્ય નથી. એક પરમાણુને પણ સ્પર્શવા યોગ્ય નથી. અનેક દ્રવ્યનો પરિચય ક૨વો, અનેક દ્રવ્યનો સંગ કરવો. સંગનો અર્થ એ છે પોતે સંગમાં જાય એનું નામ સંગ છે. બીજો પદાર્થ ક્ષેત્રથી નજીક જાય એને સંગ નથી કહેવાતો.
આપણે અહીંથી ‘ભાવનગર’ થી ‘સોનગઢ’ રવિવારે જતા હતા તો ‘ગુરુદેવ’નો સત્સંગ કરવા જતા હતા. અને ત્યાં ‘સોનગઢ' ગામની ચાર હજારની વસતી આઠે આઠ દિવસ ત્યાં ‘સોનગઢ’માં જ રહેતી, તો ‘ગુરુદેવ’નો સંગ એ લોકોને હતો ? ક્ષેત્રથી નજીક હોવા છતાં એ લોકોને ત્યાં સત્પુરુષનો સંગ છે એવી વાત લાગુ નથી પડતી. ન તો ‘ગુરુદેવ’ને એ જીવોનો સંગ છે એ વાત લાગુ પડે છે. જે જીવો સંગ કરવા જાય છે અને જેની સાથે સંગની યોગ્યતાએ વ્યવહાર થાય છે, મનથી, વચનથી, કાયાથી જે કાંઈ પ્રવૃત્તિ થાય છે, ત્યારે એને સંગદોષ છે કે સંગદોષ નથી એનો ન્યાય કરવો પડે છે. મ માત્ર ક્ષેત્રથી તો કાંઈ સવાલ નથી. છએ દ્રવ્યોનો સંગ અનાદિ-અનંત વિશ્વની અંદર છે. કયા ક્ષેત્રે છ દ્રવ્ય નથી ? એ કહો. એક પરમાણુ રહે એટલું કોઈ ક્ષેત્ર ખાલી નથી કે જ્યાં છએ દ્રવ્ય નથી. જીવ નથી, પરમાણુ નથી, આકાશ નથી, ધર્માસ્તિ નથી, અધર્માસ્તિ નથી કે કાળાણુ નથી. છએ દ્રવ્યોનો સંગ છે. આ લોકના છએ દ્રવ્યો છે અને આ લોકમાં સદાય પૂરા ક્ષેત્રની અંદર વ્યાપેલા છે, રહેલા છે. એટલે સંગ છે એ રીતે સંયોગનો સંગ છે, એનો દોષ છે એમ કહેવાનો ક્યાંય અભિપ્રાય નથી. પણ આ જીવ પોતે રાગથી, દ્વેષથી, મોહથી કોઈ પણ પ્રકારે પરિણામથી સંબંધ કરે છે ત્યારે એ સંગ કરે છે એમ કહેવામાં