________________
પત્રાંક-૫૮૩ અશક્ત છે. વાણીમાં એ શક્તિ નથી.
મુમુક્ષુ - આ જે અંતર દશાની વાત કરી, એને માટેની ઝંખના માગે છે, મુમુક્ષુના પરિણામમાં આવી જાતની..?
પૂજ્ય ભાઈશ્રી:- હા. કોઈ કોઈને તો એવું લાગે છે. એકદમ જિજ્ઞાસામાં, અંતર ખોજમાં ઉતરી જાય તો એને બહારનો ખ્યાલ ઓછો થઈ જાય. મુમુક્ષની ભૂમિકામાં થઈ જાય. એની ધૂન ચડી હોય ત્યારની વાત છે. અંદરમાં ધૂન ચડી હોય તો બહારના કાર્યો થોડા અવ્યવસ્થિત થઈ જાય છે. ખાવા, પીવા વગેરેના ઉદયના કાર્યો અવ્યવસ્થિત થઈ જાય. એટલે ઉદયમાં પંચર પડવાનું તો ત્યાંથી શરૂ થઈ જાય. પછી તો ઉદયના પરિણામ ઘસાતા છે, આત્મપરિણતિ બળવાન થાય છે.
મુમુક્ષુ -. પૂજ્ય ભાઈશ્રી:- નહિ. એ વગર બીજે ચોંટ્યો છે એ ઉખડે ક્યાંથી ? એટલે તો અવલોકન કરે તો ખબર પડે કે કેટલો ચોંટ્યો છે એ. અવલોકન કરે તો ખબર પડે કેટલો વળગ્યો છે અને કેટલો ચોંટ્યો છે. એને ખબર નથી હજી કે હું કેટલો ચોંટ્યો છું અને ઉખડવામાં કેટલી તાકાત જોશે. એ અવલોકનમાં આવ્યા પછી ખબર પડે. ત્યારે ધૂન ચડ્યા વગર તો બીજેથી જે એણે લગવાડ રાખ્યો છે તે છૂટે નહિ). એટલા માટે તો એને ગ્રંથી કહે છે. ગાંઠ પડી ગઈ છે. પરતત્ત્વ સાથે આત્માને ગાંઠપડી ગઈ છે. એ ગ્રંથભેદ કરવાની વાત છે. એક પત્ર આવી ગયો એવી કોઈ અંતરભેદ જાગૃતિ થાય ત્યારે આત્મયોગ પ્રગટે. હમણાં જ આપણે પત્ર આવી ગયો. પત્ર-પ૬૯. ૪પ૧ પાનું, વચ્ચેથી.
કોઈપણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી.” (આત્મયોગ) બને એટલે એવી પાત્રતામાં આવે, જેને જાગૃતિ આવી, ધૂન ચડે એવો કોઈ આત્મજોગ બને, મુમુક્ષજીવ એવી યોગ્યતામાં આવી જાય તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે એવું છે. જીવને પાત્રતા જ આવી નથી. નહિતર આ મનુષ્યપણાનું મૂલ્ય થાય એવું નથી. મોક્ષ એને વિશેષ દૂર નથી એમ કહે છે. સમ્યગ્દર્શન તો હાથવેંતની વાત છે પણ મોક્ષ વિશેષ દૂર નથી એમ કહે છે. અને પ્રાયમનુષ્યદેહવિના આત્મજોગ બનતો નથી એમ જાણીઅત્યારે મનુષ્યપણું હોવાથી અત્યંત નિશ્ચય કરી, આ દેહમાં આત્મજોગ ઉત્પન કરવો ઘટેઆ નિશ્ચય કરવો કે ગમે તેમ કરીને આ પાત્રતાની સ્થિતિમાં આવવું છે. અનંત કાળે મનુષ્યપણું મળ્યું છે. હવે ભવિષ્યનો કાંઈ મારે ભરોસો રાખવો નથી. સીધી વાત છે.