________________
૫૬
રાજહૃદય ભાગ-૧૨ પૂજ્ય ભાઈશ્રી -હા. ચોખ્ખું કહેતા હતા કે, “બહેનશ્રી જેવા ધર્માત્મા સભામાંધર્મસભામાં હતા તો આટલી સૂક્ષ્મ વાતો નીકળી છે. નહિતર કોને સંભળાવે ? એ તો ભેંસ આગળ ભાગવત જેવી (વાત) થઈ જાય. કોને સંભળાવે? કોને વાત કરે ? વાત જ ન સમજે તો કોને સમજાવે ? કોઈ સમજનાર હોય તો વાત સમજાવે ને? એવું જ છે. એ તો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. બહારનો જે આ બોધનો, ઉપદેશનો વ્યવહાર છે એમાં તો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. એટલું જ નહિ, જે મહાન આચાર્યો અને એની નિશ્રામાં રહેતા મહામુનિઓએ અંદરની જિજ્ઞાસામાંથી પ્રશ્નો કાઢ્યા અને આચાર્યો જવાબ દે. એવી જિજ્ઞાસા ઉત્તરને લઈ આવે છે.
ચતુર્થ ગુણસ્થાને જ્યારે પોતાને પ્રથમ શુદ્ધોપયોગ પ્રગટે છે ત્યારે તો કેવળજ્ઞાનની લબ્ધિ આવે છે. એટલે સ્વરૂપના અભેદ વેદનમાં, સ્વરૂપના અભેદ આત્મજ્ઞાનમાં અભેદપણે સર્વ શ્રુતજ્ઞાન સમાય છે. એ શ્રુતજ્ઞાનમાં ભેદો નથી પડતા. આ ન્યાયનો આ ન્યાય, આ પ્રશ્નનો આ ઉત્તર એવો અનુભવના કાળમાં ભેદ નથી ઊપજતો કે આ પ્રશ્ન હોય તો એનો આવો જવાબ. ચૌદપૂર્વતો અનંતમાં ભાગે છે. બાર અંગ તો એના અનંતમાં ભાગે છે. અગિયાર અંગ અને નવ પૂર્વ. બારે બાર અંગ તો અનંતમાં ભાગે છે. એ ઉપયોગ કેવળજ્ઞાનની લબ્ધિ લઈને આવે છે. એટલે જેટલી અંતરની સૂક્ષ્મજિજ્ઞાસા (હોય)એ ઉત્તરને ખેંચીને એમાંથી બહાર કાઢે છે. અભેદમાંથી ભેદ પડાવે છે. પ્રશ્ન ગમે ત્યાંથી આવે એનો કોઈ વાંધો નથી. પ્રશ્ન કરનાર જોઈએ. એ વખતે જ્ઞાન ખીલે છે. અભેદમાંથી ભેદમાં થોડો આવે છે તો બીજાને ઉપકારી થાય છે. જેના જ્ઞાનનો ભેદ બીજાને ઉપકારી થાય એના અભેદજ્ઞાનની મહિમા શું કરવી ? એમ કહે છે.
ગુરુદેવ’ કહેતા કે, આ તો ભુક્કો છે. શેનો ? હીરા-હીરા ઘસે ને ? એનો ભુક્કો પડે છે. જેમકે જ્ઞાની તો બહાર નીકળે ત્યારે ભાષા આવે છે. બહાર નીકળે ત્યારે ભાષા આવે તો પછી એ તો શુભભાવ છે. અંદરની જે અભેદ પરિણતિ છે એ તો વાત જ જુદી છે આખી અને આ તો શુભભાવ છે. તો એના શુભભાવને અનુસરીને જેવિકલ્પાત્મક જ્ઞાનાદિ પરિણમતા હોય એમાં બીજાને એ આત્મજ્ઞાનનું નિમિત્ત થાય. એ વાણી બીજાને આત્મજ્ઞાનનું નિમિત્ત થાય. અજ્ઞાનીની તો થાય જ નહિ પણ એ તો બાર અંગના પરિણામનો અંશ છે એ નિમિત્ત થાય છે. જો બહાર આવેલા પરિણામનો અંશ નિમિત્તપણે બીજાને જ્ઞાની કરે તો અંદરના અંશની મહિમા શું કરવી ! એમ કહે છે. એના માટે વાણી પોતે અશક્ત છે. એ અંદરના પરિણામના ગુણ ગાવા માટે વાણી પોતે