________________
૫૪
રાજહૃદય ભાગ-૧૨ Reference લેવો હતો. ગ્રંથ લઈ જવો રહી ગયો. ત્યાં તો ક્યાં “શ્રીમદ્જી' વાંચવાના છે. ત્યાં તો બીજા શાસ્ત્રોનો સ્વાધ્યાય થાશે. Reference book તરીકે જોઈતું હતું. (એક મુમુક્ષ) કહે, મારે ત્યાં નથી. તમારે ત્યાં છે? “શ્રીમદ્ રાજચંદ્રનો ગ્રંથ નથી બહુ કહેવાય. તો કહે અમારે ત્યાં નથી. થોડાક મુમુક્ષને પૂછ્યું કે અહીં કોઈની પાસે નથી. પછી બીજા એક મુમુક્ષુને પૂછ્યું, એ સવારે સવારે આવતા હતા. તો કહે મારી પાસે છે. પછી એમણે આપ્યું. દૂરમાં તો એવું જ છે ને. આ બાજુ પ્રચાર હોય તો ઓલી બાજુન મળે, ઓલી બાજુના પ્રચારવાળા શાસ્ત્રો આ બાજુન મળે.
મુમુક્ષુ - નિયમસાર'નહોતું.
પૂજ્ય ભાઈશ્રી:- હા. આપણે ત્યાં નિયમસાર શાસ્ત્રની પહેલી Edition અને બીજી Edition વચ્ચે ૨૭ વર્ષનો ગાળો છે. પરમાગમ મંદિર વખતે એ ધ્યાન ગયું. પરમગામ મંદિર બન્યું, પ્રતિષ્ઠા થઈ. પરમાગમ તો કોતરાવ્યા પણ આપણે તો શાસ્ત્ર પણ છપાવ્યા નથી. વેચાણ વિભાગમાં મૂળ શાસ્ત્ર ન મળે. પાંચેય શાસ્ત્રએકાદુ માંડ મળતું હતું. પંચાસ્તિકાય’ ન મળે, નિયમસાર' ન મળે, “પ્રવચનસાર' ન મળે. ‘અષ્ટપાહુડ' તો બહુ જ ઓછું મળતું હતું. પછી એ વખતે આ વીતરાગટ્રસ્ટનો વિકલ્પ આવ્યો. આપણી ભાવના હતી. એ વખતે વીતરાગ ટ્રસ્ટની સ્થાપના થઈ. ગુરુદેવને બહુ પ્રમોદ થયો. ઠીક છે, શાસ્ત્રનું કામ હવે ચાલશે. અને ફટાફટ ચાલ્યું. પહેલેથી જ જોરદાર કામ હતું. બહુ ઝડપથી અને જોરદાર. કેમકે અમુક તો નકલ જ કરાવવાની હતી. એક શાસ્ત્ર પ્રેસમાં આપી દયો કે આ છાપી નાખો. બીજી કાંઈ તૈયારી કરવાની ન હોય.
ખાવાને વિષે, પીવાને વિષે...” હવે કયા કયા ઉદય છે? કે ખાવું પડે છે. ખાવું નથી, ખાવું પડે છે. ખાવાને વિષે, પીવાને વિષે, બોલવાને વિષે, જેની સાથે બોલવું નથી એની સાથે બોલવું પડે છે, એમ કહે છે. લખે છે “સોગાનીજી' ? “જીસકે સાથ બોલના નહિ ચાહતે ઉસકે સાથ બોલના પડતા હૈ. ક્યા કરે ?’ બોલવાને વિષે, શયનને વિષે.... ઊંઘવું. ઊંઘવાનું મન નથી.નિરંતર, આત્મપુરુષાર્થનિરંતર કરવો છે. શયનને વિષે, લખવાને વિષે કે બીજાં વ્યાવહારિક કાર્યોને વિષે જેવા જોઈએ તેવા ભાવથી પ્રવર્તાતું નથી....” ન ખાવાનું ભાન રહે, ન ઊંઘવાનું ભાન રહે, ન બોલવાનું ભાન રહે. ઓલા કહે પણ અમે તમને બોલાવીએ છીએ), તમે હોંકારો દેતા નથી. તમારું ધ્યાન ક્યાં છે પણ? જેને વ્યવહાર પડ્યો હોય એને તો બોલાવે અને ન બોલે એટલે એને તો ગુસ્સો આવે કે તમને બે વખત પૂછ્યું. તમે કાંઈ જવાબ દેતા નથી. એને શું ખબર કે આ