________________
પર
ચજહૃદય ભાગ-૧૨ મનમો જ ન આપે, આવો એમ. ઠીક છે આપણને એમ હતું સંબંધ જેવું.. પણ ગયા ત્યારે તો ન આવો કહ્યું કે જતી વખતે ન આવજો કહ્યું. લોકવ્યવહારમાં તો આ પ્રતિકૂળ ગણાય છે.
‘તેવું અવ્યવસ્થિપણું લોકવ્યવહારથી પ્રતિકૂળ હોવાથી.” ખ્યાલ છે, કે લોકવ્યવહાર આમ નથી ચાલતો, લોકવ્યવહાર બીજી રીતે ચાલે છે અને હું બીજી રીતે ચાલું છું. એટલે એ લોકવ્યવહાર ભજવો ગમતો નથી, અને તજવો બનતો નથી.” તજવો તો છે. તજવો ગમે છે પણ ... “ભજવો ગમતો નથી અને તજવો બનતો નથી.' તજવો તો છે. તજવો ગમે છે... હકીકત છે ઊભા રહેવું ગમતું નથી, પણ એને તજવો બનતું નથી. કેવો જીવ મુનિ થાય છે આ વિચારવા જેવું છે..... દીક્ષા લે છે એવું નથી આ. અંદરથી આત્માનો પુરુષાર્થ ફાટફાટ થતો હોય, અને ક્યાંય ગમે નહિ. બોજો બોજો લાગે.ખાવું-પીવું બોજો લાગે. ત્યારે એ સર્વસંગપરિત્યાગ થાય છે). ત્યારે કાંઈક એને નિરાંત થાય છે કે આ કોલાહલમાંથી અને ક્લેશમાંથી છૂટ્યા.
લોકવ્યવહાર ભજવો ગમતો નથી, અને તજવો બનતો નથી;” એવો વિરુદ્ધ પ્રકાર ચાલે છે. “એ વેદના ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેચવામાં આવ્યા કરે છે. ક્યારેક સાંભરે છે એવી વાત નથી. આખો દિવસ, આખો દિવસ આ વેદનામાં પસાર થાય છે. આ વ્યવહાર ભજવો ગમતો નથી, અહીંથી છૂટા થવું છે. આ તે કેવી વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ છે? કોઈ ભૂતકાળમાં, પૂર્વમાં અવિચાર છે. મારાથી જે કાંઈ થઈ ગયું છે અવિચારપણે, એને લઈને અહીંયાં બેઠા છીએ, વચ્ચે આવી પડ્યા છીએ.
આગલા પત્રમાં કહ્યું ને? પૂર્વેયથાસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી છે.' નાસ્તિથી લીધું. વિચાર નહોતો કર્યો. જે રીતે વિચાર વિવેક કરવો જોઈએ એ રીતે નહોતો કર્યો એટલે ફરીને આ વ્યવહારનો ઉદય પ્રાપ્ત થયો છે. એટલે આ ઉદયની વચ્ચે ફસાણા છીએ. એ અમારા જ અપરાધનું ફળ છે. (કોઈનો) વાંક કાઢતા નથી, મને આમ કરતા નથી, મારા ભાગીદાર છોડતા નથી, મને મારો ધંધો છોડતો નથી, મને મારા ઘરવાળા છોડતા નથી. આ જીવે અપરાધ કર્યો છે. વગર વિચાર્યું .. અહીંથી નીકળાતું નથી. નીકળવું છે પણ નીકળાતું નથી.
ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેચવામાં આવ્યા કરે છેઆ બાજુચિત્ત કામ કરતું નથી. પરાણે કરાવવું હોય તોપણ લાકડી મારીને કરું છું ગયું છે એ બાબાતમાંઉદયના કાર્યમાં પ્રવેશ નથી કરી શકતો. ચિત્ત ઠેકાણે નથી. વાત સાચી છે