________________
૫૦
રાજહૃદય ભાગ-૧૨
કુંદકુંદાચાર્યજી તો આત્મસ્થિતિમાં બહુસ્થિત હતા.
નામનું જેને દર્શન હોય તે બધા સમ્યકજ્ઞાની કહી શકાતા નથી. વિશેષ હવે પછી.
તા. ૧ર. ૧૨-
૧0. પરોક ૫ લાખ પ્રવચન ને ૨૦૦
| નોંધ:- શરૂઆતની ૧૭૦૦ મિનિટ અવાજ Double છે.
પાનું-૪૫૮, પત્ર-૫૮૩. એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે. આ પત્રમાં પોતાની અંતરંગ દશાનો ચિતાર વિશેષ કરીને લખ્યો છે. જ્ઞાનીપુરુષ પોતાના અંતરંગ પરિણામને વ્યક્ત કરે એ મુમુક્ષુને માટે બીજા બધા વિષય કરતાં સૌથી વધારે ઉપકારી છે. કેમકે...છે... જીવંત પરિણતિ છે એને ખુલ્લી કરીને બતાવે છે અથવા એમનો જે આત્મા છે એને ખુલ્લો કરીને બતાવે છે અથવા અંતરનું અંગ ખોલે છે.
એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો.... એટલે ઉદયમાન જે કોઈ વિષય છે તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે;” લૌકિક રીતે બીજા વિષયોના કાર્યો કરતાં જે-તે બાજુની વ્યવસ્થા રહેવી જોઈએ એ વ્યવસ્થા એ જાતના એક બાજુના ઝોકને લઈને કોઈ એક વિષયમાં, કોઈ એક દિશામાં એવો ઝુકાવ થાય ત્યારે બીજી બાજુના કાર્યો વ્યવસ્થિત થતા નથી). ધંધો સંભાળતો હોય એ Account સંભાળે નહિ, Account સંભાળતો હોય એ ધંધો સંભાળે નહિ. કોઈ અસાધારણ કાર્યક્ષમતાવાળાની વાત બીજી છે. ધંધાકીય ખરીદ, વેચાણ અને બીજા Negotiation.... ગેરહાજર થઈ જ જવું પડે છે. બીજો રસ્તો જ નથી.
એમ અહીંયાં પોતાના આત્મામાં વિશેષ સ્થિરતા થવાનો પુરુષાર્થ વર્તી રહ્યો છે-જોર વર્તી રહ્યું છે. જેને લઈને એક આત્મપરિણતિ સિવાય. એને આત્મપરિણતિ કહી છે. આત્મપરિણતિ એટલે આત્માના અનુસંધાનમાં વર્તતી પરિણતિ તેને