________________
પત્રાંક-૫૮૩
૫૧ આત્મપરિણતિ કહીએ. એ આત્મપરિણતિ ચતુર્થ ગુણસ્થાનમાં શરૂ થાય, એમાં પણ વિશેષ ઉગ્રતા આવે ત્યારે મુનિદશાની પર્યાયમાં એ પરિણતિ આવે છે. મુનિદશાની પૂર્વભૂમિકા ગૃહસ્થદશામાં ઊભી થાય છે. કોઈ શાસ્ત્રકાર તો એમ કહે છે, કે શ્રાવક કોને કહીએ ? કે જે મુનિની પૂર્વભૂમિકામાં આવે એનું નામ શ્રાવક. મુનિને યોગ્ય ભાવના, મુનિ થવા યોગ્ય પુરુષાર્થનો ઉપાડ, એવા એવા ન આવી શક્યા હોય તેનું નામ શ્રાવક. ત્યાંથી લીધી, વ્યાખ્યા ઉપરથી લીધી. મુનિપણાની પ્રધાનતાથી, મુખ્યતાથી, મુનિપણાની મુખ્યતાથી શ્રાવકની વ્યાખ્યા કરે છે.
એવી એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો.. ચિત્તમાં...જે.. અને જ્ઞાનીને. આ વિચારવા યોગ્ય છે, કે સંસારીજીવોને તેના ઉદયના કાર્યોમાં એવું લાગે છે કે ત્યાંથી ઉખાડવું હોય તો ઉખડીને આત્મામાં આવી શકે નહિ. સર્વસ્વપણે એ ઉદયના કાર્યોમાં એવા ચીકણા પરિણામથી ચિત્ત ચોટે છે કે ત્યાંથી ફરીને એને આત્મામાં આવવું મુશ્કેલ પડે છે અથવા અશક્ય જેવું લાગે છે. અહીંયાં જ્ઞાનદશામાં આ સ્થિતિ ઊભી થઈ છે. ૨૮મા વર્ષે ઘણા વર્ષની સાધના સાધી છે. પાંચમું વર્ષ ચાલે છે). ૨૪, ૨૫, ૨૬, ૨૭પૂરા કર્યા. સાધકદશામાં પાંચમું વર્ષ ચાલે છે.
કહે છે કે તેને વિષે ચિત્ત અવ્યવસ્થિત કોઈ વ્યવસ્થિત કાર્ય કરવાની પરિસ્થિતિ સારી રહી નથી. “અને તેવું અવ્યવસ્થિતપણું લોકવ્યવહારથી પ્રતિકૂળ હોવાથી લોકવ્યવહાર ભજવો ગમતો નથી.... લોકોને એમ થાય કે આ શું કરે છે? કોઈ વાર જ્ઞાની ખાતા ખાતા ખાવાનું બંધ કરી દે. “સોગાનીજીને એવું થયું હતું. બીજી વાત તો કયાંથી યાદ આવે ? એક-દોઢ રોટલી ખાધી અને હાથ ધોઈ નાખ્યા. આમ તો એમને તે દિવસે જમવા માટે પરાણે જ ઉઠાડ્યા હતા. હાથ ધોઈ નાખ્યા. Time થઈ ગયો પણ એમનો Roomખુલ્યો નથી. વ્યાખ્યાનમાંથી આવીને રૂમ બંધ કરીને બેસી ગયા હતા. પછી ચર્ચા તો બધાની ચાલ્યા કરે. પહેલા બે-ત્રણ જણા એમને જે રીતે રહેવું હોય એ રીતે રહેવાની છૂટ હતી. કોઈ બંધન નહોતું. બધા આવે એટલે ચર્ચા કરવા બેસવું એ બંધન નહોતું. બધા આવ્યા હોય તો પોતાને સંકોચ થાય કે હું ક્યાં.... Room બંધ કરીને બેસી ગયા. બાર, સવા બાર, સાડા બાર થયા પણ રૂમ ખોલે નહિ. પછી ખોલાવ્યો થઈ ગયો છે. બે-ત્રણ બૂમ પાડે એટલે ત્યાં કરવા માંડ્યા. હજી આ ખાવાનું છે. આ ખાવાનું છે...... બેસી રહ્યા હાથ ધોયા એટલે ઊભા થઈને પાછા Roomમાં એ વાત અનુકૂળ નથી. આ તો એક જમવાનો દાખલો છે... વ્યવસ્થિત વાતચીત થાય, વ્યવસ્થિત વ્યવહાર થાય કોઈ. એક માણસ ઘરે મળવા આવે અને કોઈ