________________
પત્રાંક-૫૮૩
પ૩ ઠેકાણે જ નથી..... રસ લેવો હોય તો રસ લઈ શકીએ એવું નથી... હતો અને આવક.. એ જમાનામાં. .. ધંધો સ્વીકાર્યો હતો. કુટુંબની આર્થિક સમસ્યાને કારણે ધંધો સ્વીકાર્યો. એવું નથી કે જરૂર નહોતી કે ઉલઝીને પડ્યા હતા. હવે નીકળવું છે. હવે નીકળવું છે એમ નહિ, એમાં પ્રવેશ થતો નથી. કરવું શું? લાકડી મારે ચિત્તને કે હાલ હવે કામ કરવા. કહે, ના મારાથી નથી થાતું હવે. હું નબળો પડી ગયો. નબળો માણસ સૂતો હોય અને પરાણે ઉઠાડે તો ઉઠે નહિ.
મુમુક્ષુ ભૂતકાળમાં આવું કર્યું હતું એટલે આવું થાય છે
પૂજ્ય ભાઈશ્રી – હા. જ્ઞાની પુરુષની દશા સ્વરૂપ છે. જેમ અંદરમાં પોતાનો આત્મા બોધસ્વરૂપ છે એમ બહારમાં જ્ઞાની પુરુષની . બેયને જોવે તો આત્માને સીધો બોધ થાય એવું છે. અંદર આત્માને જોવે તો બોધ લેવાના આ બે સ્થાન છે.
મુમુક્ષુ -ત્રીજું કોઈ સ્થાન નથી?
પૂજ્ય ભાઈશ્રી:- ત્રીજું કોઈ સ્થાન નથી. એની બરાબરીમાં તો નથી. સાસ્ત્રો છે એ સત્પરુષના વચનો છે. ... થાય તો એને પોતાને ખબર પડે નહિ. કહેવા માગે કાંઈક અને સમજે કાંઈક. ગુરુદેવ કહેતા કે ફાનસ સળગાવો. તો નાખ્યું ભડકામાં. ફાનસ સળગાવો, નાખ્યું ભડકામાં ફાનસ સળગાવાનું કહ્યું, ફાનસ પ્રગટાવવાની વાત હતી. આખું ફાનસ આગમાં નાખવાની વાત નથી. એવું થાય તો શું ખબર પડે ? એટલે શાસ્ત્રથી તો સંસ્કારી ... એને બોધ લેવાનો અધિકાર છે. બાકી બીજાને સીધો શાસ્ત્રમાંથી બોધ લેવનો અધિકાર નથી. કાં તો પોતે પૂર્વ સંસ્કારી હોય, કાં તો સ્વચ્છેદરહિત થયો હોય. પોતાના દોષ જોઈ જોઈ જોઈનેનીંદી... નીંદી... નીંદીને એટલો હળવો થઈ ગયો હોય તો બીતા બીતા શાસ્ત્ર વાંચે. કઈ સ્થિતિમાં વંચાય એની વાત છે. અત્યારે ગમે તે ગમે ઈ શાસ્ત્ર લઈને બેસી જાય એમાં કાંઈ વળે એવું નથી.
જેને “શ્રીમદ્જી' જેવા મહાત્માઓ..ફેરવવું પડે, ભાઈ ! તમે વાંચ્યા પછી આને આપજો, તમે વાંચીને આ ભાઈને આપજો, પછી આ ભાઈને મોકલજો, પછી આ ભાઈને આપજો. એથી વધારે જરૂર પડે તો કોઈને નકલ કરવા બેસાડે.કેમકે શાસ્ત્ર ન હોય. કોઈ પાંચસો-હજાર છપાવે તો આખા દેશમાં કયાંથી પહોંચે. કોઈ પ્રાંતમાંથી કેટલાક મગાવે, કોઈ પ્રાંતમાંથી કેટલાક મગાવે. બે-ત્રણ પ્રાંતમાં જાય ત્યાં ખલાસ થઈ જાય. ફરીને કોઈને વેચાતું જોઈતું હોય તો ન મળે. એ ગોતવું પડે કોને ત્યાં છે ? કોને ત્યાં હશે?
એવું છે પહેલી વખત ૧૯૮૪ની શિબિરમાં “આગ્રા’ ગયા. “શ્રીમદ્જીમાંથી