________________
૪૮
રાજહૃદય ભાગ-૧૨
ચિત્ત પર વધારે દબાણ કરીને આ સ્થિતિ લખી છે,...' આટલું પણ લખી શકવાની અમારી ચિત્તની સ્થિતિ નથી. ચિત્ત ઉપર દબાણ કરીને, બળાત્કાર કરીને આટલું લખ્યું છે. તે પર વિચાર કરી જો કંઈ અગત્ય જેવું લાગે તો...' તમને કાંઈ એમાંનો કોઈ ભાગ અગત્યનો લાગે તો તે વખતે રતનજીભાઈને ખુલાસો કરશો.’ કે આવો પત્ર આવ્યો હતો, આવી વાત લખી છે. મારા આવવા નહીં આવવા વિષે જો કંઈ વાત નહીં ઉચ્ચારવાનું બને તો તેમ કરવા વિનંતિ છે.’ પણ એ ચર્ચામાં મારા આવવા, નહિ આવવાની ચર્ચા બને ત્યાં સુધી તમે ન કરો એમ હું ઇચ્છું છું. અહીં સુધી રાખીએ.
ન
આપ્તપુરુષ / સજીવનમૂર્તિની મુદ્રા - અવલોકનથી, સ્વરૂપાવલોકનદૃષ્ટિ’ પરિણમે છે. પ્રત્યક્ષયોગ’નું આ સર્વોત્કૃષ્ટ મહાત્મ્યરૂપ રહસ્ય છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાથી સ્વરૂપાવલોકનદૃષ્ટિ' પરિણમે છે. પરિણમન' પરિણમનને ઉત્પન્ન કરે છે – આ સિદ્ધાંત અત્રે પ્રત્યક્ષ અનુભવગોચર થાય છે.
(અનુભવ સંજીવની-૧૪૦૦)
આત્માને નિર્મળ થવાને અર્થે આત્મારૂપ એવા જ્ઞાનીપુરુષની નિષ્કામ ભક્તિયોગ રૂપ સંગ– એ સર્વ શ્રેષ્ઠ ઉપાય છે. ઘણાં શાસ્ત્રોનો તથા તીર્થંકરદેવનો ભાર્ગબોધ’ જોવા જતાં એ જ છે. એવા માર્ગબોધ ઉપર કોઈ મહાભાગ્યનું લક્ષ જાય છે, તે સંસાર તરી જાય છે, સુગમપણે તરી જાય છે.
(અનુભવ સંજીવની–૧૪૦૧)