________________
૪૬
ચજહૃદય ભાગ-૧૨ મુમુક્ષુ:- ગમે તે નયનું કથન આવે એમાંથી પરમાર્થ જનીકળે છે.
પૂજ્ય ભાઈશ્રી – પરમાર્થ જ નીકળે છે. દરેક નયમાં પરમાર્થ રહેલો હોવાથી પરમાર્થ નીકળે છે. એટલું તો ઉપદેશ છાયામાં કહ્યું કે, દરેક નામાંથી આત્માર્થ એક ખરો નય છે એ જ સાધ્ય રાખવો. બાકી બધી વાત તો જુદા જુદા પડખાની છે. બાકી એક વાત બધામાં સળંગ છે કે આત્માર્થ સિવાય કોઈ નય સાચો નથી. નય જૂઠો છે. નયાભાસ છે. આગમ એમ કહે કે, એક નાની સામે બીજા ધર્મનું અપેક્ષિત જ્ઞાન હોય તો તે નય સાચો. સાપેક્ષાનયા. નિરપેક્ષનય મિથ્યા. એ આગમ તરીકે, અધ્યાત્મમાં આત્માર્થ એક સાચો નય અને આત્માર્થ સિવાયનું બાકીના સાપેક્ષનય હોય તો આગમનું જ્ઞાન ખોટું. કેમકે અધ્યાત્મ તો આગમથી પર છે ને?
કોઈ વિદ્વાન એમ કહે કે અમને તો બધા નયનું જ્ઞાન સાપેક્ષ જ છે. નયનો એવો વિષય શીખ્યા છીએ. “નયચક્ર' હોય કે પછી નયના ગ્રંથો ઘણા આવે છે. એ બધા નયોનું સાપેક્ષ જ્ઞાન વર્તે છે. ત્યાં અમે એકાંત નથી કરતા તો કહે છે, આત્માર્થનો એકેય નય છે અંદર? પાછા એ નામનો નય અંદર ન હોય. આત્માર્થ નામનો નય ન હોય એમાં. નિશ્ચયની સામે વ્યવહારનય હોય. બધામાં આત્માર્થ આવવો જોઈએ. નહિતર તારા બધા નય ખોટા જેટલા સાપેક્ષ જાણ્યા એ બધા ખોટા. એકેય સાચા નથી.
મુમુક્ષુ - નય તો આત્માર્થીને જહોયને?
પૂજ્ય ભાઈશ્રી:- નય આત્માર્થીને હોય અને નય સમ્યજ્ઞાનીને હોય. એટલે તો એ મોટો વિષય ચાલ્યો હતો, કે સ્થાપના નિક્ષેપ તો નયનો વિષય છે. નિક્ષેપની વ્યાખ્યા શું? નયના વિષયને નિક્ષેપ કહે છે. એ નિક્ષેપ નયનો છે કે નયાભાસનો છે, એનો અધિકાર કોનો? કે જેની પાસે નયજ્ઞાન હોય એનો તો નયજ્ઞાનીને આપણે પૂછતા નથી કે આ થાય કે ન થાય, કરાય કે ન કરાય ? ધણી તો એ છે, એના માલિક તો એ છે. આપણે તો ધરાહાર ધણી થવાની વાત છે. નયના જે ધણી છે એવા સમ્યજ્ઞાનીને આપણે પૂછીએ અને શાસ્ત્રમાંથી નક્કી કરીએ કે આ ન કરવું જોઈએ અને આ કરવું જોઈએ. આ બધી ગડબડ થાય છે.
(અહીંયાં, શું કહે છે કે, અસંગપણાનું લક્ષ હોવાથી અને તીવ્ર લક્ષ હોવાથી. ૨૮મું વર્ષ છે ને? ૨૯મા વર્ષે નિવૃત્તિ લીધી છે. “અસંગ પરિણામ પ્રવૃત્તિ થાય છે....” પ્રવૃત્તિના કાળમાં પણ પરિણામ અસંગ પરિણામવત્ જ રહે છે. કેમકે તેમાં સારભૂતપણું કંઈ લાગતું નથી. વેઠ ઉતારતા હોય એવી રીતે પ્રવૃત્તિ થાય છે. કાંઈ સાર લાગતો નથી. પણ જે ધર્મવ્યવહારના પ્રસંગમાં આવવું થાય..પણ જે ધર્મવ્યવહારના