________________
૪૪
રાજહૃદય ભાગ-૧૨ હોય, કાંઈક ક્ષયોપશમમાં આવી હોય. હવે પર્યાયનો વિષય દ્રવ્યાર્થિકનયથી સ્થાપે ત્યારે એને એમ થાય કે આ પર્યાયને શું કરવા આમ કહે છે ? આપણે દ્રવ્યનું કામ છે, પર્યાયનું કામ નથી. એને સમાધાન થાય નહિ. જાળ લાગે બધી, આ તો ગૂંચવણમાં પડાય એવું છે. જાળમાં તો ગૂંચવણ જ થાય એવું છે. બીજું કાંઈ થાય એવું નથી. જાળમાં તો ગૂંચવણ જ થાય એવું છે.
‘નહીં તો જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઈ પડે; અને તે વળી અહંકાર વધવાનું ઠેકાણું છે.’ પાછું એ નયનું જ્ઞાન જીવને અહંકાર વધવાનું કારણ છે. “સત્પુરુષના આશ્રયે જાળ ટળે.’ આ જાળ સત્પુરુષના આશ્રયે ટળે. કેવી સરસ ટૂંકામાં વાત કરી છે ! આમાં આવે છે ને ? કે જ્ઞાનના સંચેતનથી જ્ઞાન અતિ શુદ્ધ પ્રકાશે છે. ૨૨૪ કળશમાં આવે છે. ‘જ્ઞાનસ્ય સંવેતનયેવ નિત્ય, પ્રાશતે જ્ઞાનમતીવ શુદ્ધમ્I' અતિ શુદ્ધ (પ્રકાશે છે). જ્ઞાનનું સંચેતન તો પર્યાય છે. તો કહે છે, દ્રવ્યાર્થિકનયથી તે દ્રવ્ય છે. પર્યાય પણ દ્રવ્યાર્થિકનયથી દ્રવ્ય છે. જે જ્ઞાનનું સંચેતન છે એ દ્રવ્યાર્થિંકનયથી જોવામાં આવે તો તે દ્રવ્યનું અનુભવન છે. એ દ્રવ્યના અનુભવનસ્વરૂપ છે. ‘સમયસાર’માં એ વાત ૪૧૪ (ગાથામાં) છે. જ્ઞાનમાત્રનું અનુભવન. અનુભવન તો પર્યાયમાં થાય ને ? જ્ઞાનમાત્રનું અનુભવન તે દ્રવ્યના અનુભવસ્વરૂપ છે. આચાર્યદેવની એવી ભાષા આવી છે. ‘સમયસાર’ પૂરું કરતાં કરતાં એ વાત ચાલી ગઈ છે.
દર્શનશાનમાં પ્રવૃત્ત પરિણતિમાત્ર શુદ્ધજ્ઞાન જ એક છે. એવું જે નિસ્તુષ (નિર્મળ) અનુભવન તે પરમાર્થ છે.........’ એવું નિર્મળ અનુભવન તે ૫રમાર્થ છે. નિર્મળ અનુભવન તો પર્યાયમાં થયું. ‘કારણ કે......’ શું કરવા પરમાર્થ છે એમ કહે છે ? કેમકે દ્રવ્ય તો એમાં આવ્યું નહિ. પ્રશ્ન એ ઉઠશે. આમાં દ્રવ્યની વાત શું આવી ? તો આચાર્ય મહારાજ પોતે કહે છે, ‘કારણ કે તે (અનુભવન) પોતે શુદ્ઘ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને જ પરમાર્થપણું છે.’ શા માટે એનું પરમાર્થપણું છે ? એ શુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ છે. અહંપણું દ્રવ્યમાં કર્યું છે. દ્રવ્યમાં કચાં વેદન આવે છે ? અનુભવન તો પર્યાયમાં જ આવે. પછી સિદ્ધદશા હોય કે સાધકદશા હોય. પણ એ દ્રવ્યના અનુભવનસ્વરૂપ છે. કેમકે વસ્તુ ... છે. તો ત્યાં માત્ર પર્યાયપણે એ અનુભવનને નથી જોવાતો પણ દ્રવ્યાર્થિકનયથી જોવાય છે કે દ્રવ્યના અનુભવનસ્વરૂપ છે. ત્યાં નય બીજો પકડે છે.
મુમુક્ષુ :– પ્રવચનસાર'માં અલિંગગ્રહણમાં પણ એ વાત આવે છે ને ? પર્યાયથી દ્રવ્ય પકડાય છે.