________________
૪૨
રાજહૃદય ભાગ-૧૨
યથાસ્થિત સમપરિણામે વેદવું ઘટે છે એમ જાણી, ઘણું કરી તેવી પ્રવૃત્તિ રહે છે.’ અને તેમાં પણ સમભાવ કરવા સુધીની દશા આવી છે એટલે સમપરિણામે એ વેદીએ છીએ. જે ઉદય છે એના પ્રત્યે દ્વેષ કરતા નથી. ઉદય ગમે એવો નથી. જે ઉદયમાં ફસાણા છે એ ઉદયમાં રુચતું નથી પણ છતાં દ્વેષ નથી કરતા. સમપરિણામે વેદીએ છીએ. અમા કરેલા કર્મનું ફળ છે. એટલે ભિન્ન પડીને શાતાભાવમાં રહીને એ પ્રસંગને અનુભવી લઈએ છીએ. એ જે ભિન્ન પડે છે અને જ્ઞાનમયપણે જે પોતાની દશામાં સમપરિણામે રહે છે એ જ્ઞાનીની કોઈ અલૌકિક દશા છે !!
મુમુક્ષુ :– જ્ઞાનીઓની કોઈ અજબ વાત છે.
પૂજ્ય ભાઈશ્રી :– એ જ્ઞાનીઓની કોઈ અલૌકિક દશા છે.
ચર્ચા કરી હતી ને ? ત્યાં બહેને ચર્ચા કરી હતી. પૂજ્ય બહેનશ્રી’ને પૂછ્યું હતું. ... પધાર્યા ત્યારે. કે જ્ઞાનીપુરુષની મન-વચન-કાયાની ચેષ્ટા જોવી અને એમાં એના રહસ્યને જોવું એટલે શું ? જ્ઞાનીપુરુષની મન-વચન-કાયાની ચેષ્ટામાં એના રહસ્યને પકડવું એટલે શું ? એવો પ્રશ્ન કરેલો. તો કહ્યું, એ મન-વચન-કાયા.. ઉત્તર એમ મળ્યો કે, એ મન-વચન-કાયાની પ્રવૃત્તિ પદ્રવ્યાશ્રિત જ્ઞાનીની દેખાય ત્યારે પણ એમને સ્વરૂપનું અનુસંધાન છૂટતું નથી. આ સત્પુરુષના પરિણમનનું રહસ્ય છે. સરસ વાત કરી હતી.
એ જોનારને અવશ્ય આત્માર્થની સિદ્ધિ થાય. આ એ તત્ત્વનું જ્ઞાન કરવાનું ફળ છે લ્યો. આપણે એ જ તારવીએ છીએ. વિષય એ છે કે, જો એનું યથાસ્થિત આ જીવને જ્ઞાન થાય તો એમાંથી આત્માર્થ કેમ કરવો એ પોતાને અંદરમાં એની રીત આવડે. નહિત૨ અનાદિથી એ નથી આવડ્યું, બાકી બધું આવડ્યું છે. શાસ્ત્ર અગિયાર અંગ અને નવપૂર્વ સુધી આવડી ગયા છે. કાંઈ નહિ આવડવામાં બાહ્ય ક્રિયામાં બાકી રાખ્યું નથી. પણ એક આત્માર્થ નથી આવડ્યો. એટલા માટે એ વાત છે. એ આમાં કહ્યું છે. એમના પદમાં પણ એ વાત આવશે. સમજાશે તમને ઉત્તમ આત્માર્થ. એક પદ આવે છે. એ રીતે જો તમને મૂળ માર્ગ સમજાશે તો તમને ઉત્તમ આત્માર્થ સમજાશે. મુમુક્ષુ ઃએટલે જ્ઞાનીની ઓળખાણમાં જ્ઞાનીનું સ્વરૂપ અનુસંધાન જોવાનો પ્રયત્ન કરવો ?
-
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ જો જોતા આવડે તો પોતાને અંદરમાં આત્માર્થની ક્રિયા આવડી જાય, જેનાથી અનાદિથી અજાણ્યો રહ્યો છે. આત્માર્થ જ નથી સાધ્યો. એટલે તો એમણે કહ્યું, નય અનંતા છે પણ સૌથી મોટો નય આત્માર્થ સધાય તે છે. અમારે તો