________________
પત્રાંક-૫૮૨
૪૩
એક જ નય છે. બીજો નય અમારી પાસે નથી. અથવા બધા નયમાં આ એક નય અમારી પાસે સામાન્ય છે, સળંગ છે. કોઈપણ નયમાં એ ન્યાય અને એ નય અમારાથી છૂટતો નથી. એ આમાં છે. એમાં લીધું છે. એમના પત્રોમાં છે. નય અનંતા છે પણ આત્માર્થ એક જ સાચો નય છે.’ એમ કરીને (છે). જ્ઞાનામૃત... ૭૦૦ઉપરનો બોલ છે.
વળી આત્મદશા વિશેષ સ્થિર થવા અસંગપણામાં લક્ષ રહ્યા કરે છે.’ અત્યારે આત્મસ્થિરતા છે પણ આમાં વિશેષ સ્થિર થવા માટે અમારું લક્ષ અસંગ થઈ જવામાં છે. આ વેપારાદિથી છૂટા થઈને એકાંતમાં વયું જાવું એવું અમારું લક્ષ છે. એટલે આત્મદશા વિશેષ સ્થિર થવા માટે આ હેતુ છે. અસંગ થવામાં પણ આ હેતુ છે કે વિશેષ સ્થિર થવા અસંગપણામાં લક્ષ રહ્યા છે. આ વ્યાપારાદિ ઉદય વ્યવહારથી જે જે સંગ થાય છે, તેમાં ઘણું કરી અસંગ પરિણામવત્ પ્રવૃત્તિ થાય છે,...' લક્ષ અસંગતાનું છે ને ! એટલે ચિત્ત ક્યાંય ચોંટતું નથી. અનેક જીવોનો સંગ થાય છે પણ અમારી જે પ્રવૃત્તિ છે અને પરિણામ છે એ અસંગપણાવત્ થાય છે. એટલે તદ્દન નિરસપણે (થાય
છે).
મુમુક્ષુઃ– ઉપદેશ છાયા’માં છે.
–
પૂજ્ય ભાઈશ્રી :– ઉપદેશ છાયા’માં છે. કેટલામો છે ?
મુમુક્ષુ :- ૧૧ નંબ૨.
–
પૂજ્ય ભાઈશ્રી :– ૧૧ નંબ૨માં. ‘ઉપદેશ છાયા’ ૧૧.
==
મુમુક્ષુ :– લગભગ ૪ પેજ ઉ૫૨ હોવું જોઈએ. સાત નયે.. હિન્દી છે ? ૩-૪ પેજ ઉ૫૨. ૭૨૫ પાનું.
=
પૂજ્ય ભાઈશ્રી :– ૭૨૫ પાને વચ્ચેથી નીચે છે. ‘સાત નય અથવા અનંત નય છે, તે બધા એક આત્માર્થે જ છે,...’ લખેલું છે ને ? ‘અને આત્માર્થ તે જ એક ખરો નય.’ છે. એક જ સાચો નય છે. બાકી બધા આગમમાં જાય છે. નય વિવિક્ષા બધી આગમમાં જાય છે. આત્માર્થ છે તે અધ્યાત્મમાં જાય છે. નહિતર તો એમ કહે કે સબ આગમ કે નય ધારિ હિયે, મત મંડન ખંડન બહુત કિયે.’ નય તો ધારણ કર્યાં છે. તો કહે છે, નહિ. આત્માર્થ એક જ ખરો નય છે. નય સાત. સપ્તભંગીના સાત નય લ્યો કે અનંતા નય લ્યો. ‘નયનો પરમાર્થ જીવથી નીકળે તો ફળ થાય; છેવટે ઉપશમભાવ આવે તો ફળ થાય; નહીં તો જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઈ પડે;..' ગૂંચવાશે. આ નયથી આમ ને વળી આ નયથી આમ ? આ વાદવિવાદ એમાંથી ઊભા થાય છે. પર્યાયને દ્રવ્યાર્થિકનયથી કહે તો એને બેસે નહિ. દ્રવ્યદૃષ્ટિ કરાવવા માટે એને વાત સમજાણી