________________
પત્રાંક-૫૮૨
૪૭
પ્રસંગમાં આવવું થાય ‘ત્યાં, તે પ્રવૃત્તિ પ્રમાણે વર્તવું ઘટે નહીં.’ સંસારિક પ્રવૃત્તિમાં ભલે વેઠ કાઢીએ. ધર્મની પ્રવૃત્તિમાં તો પોતાને લાભ-નુકસાનનું કારણ છે, બીજા જીવને પણ લાભ-નુકસાનનું નિમિત્ત છે. ત્યાં તો બરાબર સાવધાનીથી પ્રવર્તવું ઘટે.
તેમ બીજો આશય વિચારી પ્રવૃત્તિ કરવામાં આવે તો તેટલું સમર્થપણું હાલ નથી, તેથી તેવા પ્રસંગમાં ઘણું કરીને મારું આવવું ઓછું થાય છે;...' બીજો આશય વિચારી એટલે બીજાનું ભલું ક૨વું, બીજાને ઉપદેશ દેવો. એ મારું કામ નથી. મારું ‘સમર્થપણું હાલ નથી...' ધર્મ પ્રવર્તાવવાનું મારું સમર્થપણું હાલ નથી, તેથી તેવા પ્રસંગમાં ઘણું કરીને મારું આવવું ઓછું થાય છે;...' અહીં તો વાંચન કરનાર હોય એને જો વાંચન ક૨વા ન બેસાડે તો એને ખોટું લાગી જાય. અમે ત્યાં ગયા હતા પણ અમને તો વાંચન કરવા બેસવા દીધા નહિ. જ્ઞાની કહે છે કે અમારું સામર્થ્ય નથી. અમારે એ પ્રસંગમાં આવવું નથી. ઉપદેશ આપવાના પ્રસંગમાં અમારે આવવું નથી. જુઓ ! કેવી Line છે આખી !
મુમુક્ષુ ઃ– ‘સોનગઢ’માં જઈએ તો અમને કોઈ પૂછતા નથી. પૂજ્ય ભાઈશ્રી :– હા.
=
તેથી તેવા પ્રસંગમાં ઘણું કરીને મારું આવવું ઓછું થાય છે; અને એ ક્રમ ફેરવવાનું ચિત્તમાં હાલ બેસતું નથી....' અને એ ક્રમ હમણાં ફેરવવો નથી. અમારા ચિત્તમાં એ વાત બેસતી નથી. છતાં તે ત૨ફ આવવાના પ્રસંગમાં તેમ કરવાનો કંઈ પણ વિચાર મેં કર્યો હતો, તથાપિ તે ક્રમ ફેરવતાં બીજાં વિષમ કા૨ણોનો આગળ પર સંભવ થશે એમ પ્રત્યક્ષ દેખાવાથી ક્રમ ફેરવવા સંબંધીની વૃત્તિ ઉપશમ કરવી યોગ્ય લાગવાથી તેમ કર્યું છે;...' ઉપશમ કરવી યોગ્ય લાગવાથી તેમ કર્યું છે. એટલે એ ક્રમ તોડીને એમ થયું કે એકવાર આવીએ તમારી વચમાં. વળી એમ લાગ્યું કે બીજા ઘણા વિષમ કારણો આમાં ઊભા થઈ જશે. એટલે વળી એ ક્રમ ફેરવવાનું મૂલતવી રાખ્યું છે. એમ યોગ્ય લાગ્યું છે.
આ આશય સિવાય ચિત્તમાં બીજા આશય પણ તે તરફ હાલ નહીં આવવાના સંબંધમાં છે;...’ આ સિવાય પણ બીજા કેટલાક વિચારો છે. પણ કોઈ લોકવ્યવહારરૂપ કારણથી આવવા વિષેનો વિચાર વિસર્જન કર્યો નથી.’ અમારું અપમાન થશે કે ફલાણું થશે (એવું) લૌકિક કા૨ણ કાંઈ અમે વિચાર્યું નથી. જે કાંઈ કારણ છે એ કાં તો અમારી દશાનું પારમાર્થિક કારણ છે અને કાં તો બીજા કોઈ જીવોના પણ ૫૨માર્થિક કારણને વિચારીને આવવાનો વિચાર હતો એ પણ અમે મૂલતવી રાખ્યો છે.