________________
પત્રાંક-૫૮૨
૩૯ દેવ-ગુરુ-શાસ્ત્ર સમીપ જવામાં, કોઈને જવામાં, પોતાને જવામાં, પોતે જ અંતરાયના પરિણામ કર્યા છે. પોતે અંતરાયના પરિણામ કરે તો પોતાને અંતરાય ભોગવવો પડે. સીધી વાત છે. એ તો જેવા પ્રકારે પરિણામ કર્યા હોય એવો ઉદય આવે. આ સીધી વાત
| મુમુક્ષુ –પોતે અંતરાયના પરિણામ કર્યા હોય તો આ દિગંબર ધર્મમાં જન્મ કેવી રીતે થાય?
પૂજ્ય ભાઈશ્રી – એ અમુક જાતના પરિણામ કર્યા છે ને ? અંતરાયના કર્યા છે અને વગર અંતરાયના પણ કર્યા છે. બેય કર્યા છે. પરિણામના ક્યાં ઠેકાણા છે? દેવગુરુ-શાસ્ત્રની પૂજા કરે, ભગવાનની પૂજા કરવા જશે, પાછો અરિહંત પ્રતિમાનો પ્રતિષ્ઠાનો વિષય આવે તો પાછો દોઢ ડહાપણ કરીને નિષેધ કરે કે આમ ન થાય. પણ તને ક્યાંથી ખબર પડી? તારું જ્ઞાન કેટલું? તારી સમજણ કેટલી? પાછો તે મંદિરમાં પૂજા કરવા બેઠો. ચોવીસ તીર્થકરને માને પણ ભાવિ તીર્થકરને ન માને. ચોવીસ તીર્થકરને માને ત્યારે પરિણામ તો મંદ કષાયના કરે છે. એ જાતના પુણ્ય તો બાંધે છે. પાછો વિરોધ કરે છે. અજ્ઞાનમાં તો ઠેકાણા પણ ક્યાં છે પરિણામમાં જે પરિણામ કરે એનો જ પાછો પોતે વિરોધ કરે. એમ અનેક જાતના મિશ્ર પરિણામો બંધાય છે. ઉદય પણ એવી જાતના આવે છે. અંતરાય થાય, અંતરાય ન થાય.. અંતરાય થાય, અંતરાય ન થાય. બધું થાય.
જેમકે પ્રશ્ન એવો છે કે એક માણસને ઘણી સંપત્તિ થઈ ગઈ. દરિદ્ર હતો એમાંથી પુણ્યનો ઉદય આવ્યો. પુણ્યનો ઉદય આવ્યો તો પછી માંદો શું કરવા પડ્યો ? ડોક્ટરે રોટલી ખાવાની ના પાડી છે. ખાવી હોય તો દવા ખા, ઇંજેક્શન ખા. બાકી ખાવાની બધી ના છે. બીજું ખાવાની બધી ના પાડીએ છીએ. કોઈ પ્રશ્ન કરે કે પુણ્ય તો આટલું બધું કર્યું હતું. એ બધા મિશ્ર ઉદય હોય છે. કોઈ પડખેથી પુણ્યના, કોઈ પડખેથી પાપના પૂરા પુણ્યના ઉદય અને પૂરા પાપના ઉદય કોઈને હોતા નથી.
એક માણસ હોસ્પિટલમાં દાખલ થયો, હોસ્પિટલની અંદર ગર્દી ઘણી રહે છે. તો એક જણને special room મળે છે, બીજાને Ward માં જગ્યા મળે અને ત્રીજાને કહે છે બહાર લોબીમાં નાખો અત્યારે ક્યાંય જગ્યા નથી. હવે જે Wardમાં આવ્યો એનો પુણ્યનો ઉદયકે પાપનો ઉદય? નક્કી કરો. શું નક્કી કરશો?
મુમુક્ષુ –પુણ્યનો છે. પૂજ્ય ભાઈશ્રી - Special room વાળા ઉપર એનું ધ્યાન જાય તો શું કરે ?