________________
૩૮
વિચારે છે.
પૂજ્ય ભાઈશ્રી :– મારો દોષ (છે). ઉદય પણ ક્યાં મફત છે ? ઉદય તો ક્યાંથી આવ્યો ? પોતે દોષ કર્યો ત્યારે ઉદય આવ્યો ને ? નિબંધ કરેલા, બંધન કરેલા કર્મનો ઉદય આવ્યો છે. દોષ પોતે કર્યો છે ત્યારે એ કર્મ બંધાણું છે પછી ઉદય આવ્યો છે. એ તો ત્રીજા તબક્કાની વાત છે.
મુમુક્ષુ :– કેવી પવિત્રતા છે !
=
રાજહૃદય ભાગ-૧૨
પૂજ્ય ભાઈશ્રી :– હા. એકદમ.
==
આ (પત્ર) ‘કુંવરજીભાઈ’ને લખે છે. (તેમણે વિનંતી કરી છે કે), તમે ‘ભાવનગર’ પધારો અને અમને લાભ મળે. કહે છે, કે ભાઈ ! ત્યાં આવવામાં કેટલાક કારણોસર આવતો નથી. અને જે કારણો છે એમાં બીજા કોઈનો વાંક નથી. મારા પોતાનો વાંક છે. જે કારણોથી હું નથી આવતો, આવવાની મારી ઇચ્છા નથી એનું કારણ હું પોતે જ છું. બીજું કોઈ એનું કારણ નથી. નહિતર શું કરે ? ભાઈ ! મારો ત્યાં વિરોધ થાય છે, મારું ત્યાં અપમાન થાય છે માટે મારે ત્યાં આવવું નથી. તારો વિરોધ થાય અને તારું અપમાન થાય છે એ કાંઈ મફત થાતું નથી. ભલે એ દોષિત જીવો છે, કોઈ ન્યાયસ૨ એ વર્તતા નથી એ વાત પણ સાચી છે, પણ પોતાનો દૃષ્ટિકોણ શું ? કે મારો દૃષ્ટિકોણ એ છે કે, મેં અવિચા૨૫ણે પ્રવૃત્તિ કરી છે એનો આ ઉદય ચાલે છે. આ વિવેક છે અને આ સદ્વિચાર છે. ઘણું સમજવાનું છે. મહાપુરુષના જીવંત ચારિત્રનો આ વિષય છે. આ સીધો કથાનુયોગ જ છે. સદ્બુદ્ધિથી પોતાની કથા જ છે. એમના જીવનની કથા જ છે.
।
મુમુક્ષુ ઃ– ઉદય ઉપરથી ભૂતકાળમાં કેવા પરિણામ કર્યા એનો ખ્યાલ આવી જાય ? પૂજ્ય ભાઈશ્રી :– હા. બરાબર ખ્યાલ આવે.વિચાર કરે તો બધો ખ્યાલ આવે. મુમુક્ષુ :– સામૂહિક રીતે આવા પાપના પરિણામ કર્યા હતા, કઈ જાતના ? કયા પ્રકા૨ના (એ બધો ખ્યાલ આવી જાય) ?
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. બધો ખ્યાલ આવે. જેટલી વિચાર શક્તિ. ખ્યાલ આવે. જેવું કર્મનું ફળ છે એને અનુસરીને જ થયેલા પરિણામ છે. જેમકે કોઈ જીવને દેવ-ગુરુશાસ્ત્રની સમીપ આવતા કોઈ રોકે છે. સત્પુરુષની સમીપ આવતા કોઈ રોકે છે. તો રોકે છે અથવા એને રોકાવું પડે છે કે જે પોતાને એવા કાર્યોમાં ફસાયેલું રહેવું પડે છે, તો પોતાની ઇચ્છા છે છતાં નથી જઈ શકતો. અંતરાય થયો ને ? શું થયું ? અંતરાય થયો. અંતરાયનો ઉદય આવ્યો, કેમકે પોતે અંતરાય એવો નાખ્યો છે. જ્યારે પોતાને અંતરાયનો ઉદય છે એનો અર્થ શું છે ? કે પોતે પણ એવા અંતરાયના પરિણામ કર્યાં છે.