________________
૩૬
રાજહૃદય ભાગ-૧૨
વિરોધ થાય. ગામમાં આવે એટલે મોટું ટોળું ત્યાં જાય. સાધુને ખબર પડે. અમારા મુખ્ય મુખ્ય ભક્તો આજે ત્યાં ગયા હતા. એને પરિણામ બગડી જાય. ત્યાં શું છે ? ગામમાં તો એવા ઘણા કવિ હોય છે. કવિ તરીકે પાછા કહે. જ્ઞાની તરીકે ન સમજે તો કવિ તરીકે સંબોધે.
તેના જેવા બીજા કારણોનું સ્વરૂપ વિચારી ઘણું કરીને લોકોને અંદેશાનો હેતુ થાય તેવા પ્રસંગમાં મારું આવવું થતું નથી.' એટલે પોતાને એ બાજુનો વિકલ્પ આવે છે કે મારે શા માટે જવું ? શું જરૂર છે ? શું પ્રયોજન છે ? ન તો સમાજને પોતા પ્રત્યે પરિચય વધારીને આકર્ષિત કરવો છે, ન તો જ્યાં-ત્યાં જઈને ટોળાં ભેગા કરવા છે, ન તો કોઈ સંપ્રદાયના સાધુઓ કે મુખિયાઓ સાથે કાંઈ માથાકૂટમાં ઉતરવું છે. મારે એવું કાર્ય ક૨વામાં કોઈ પ્રયોજન નથી કે આ વાત ઊભી થાય. એટલે પોતાને આવવું થતું નથી. આવવાનો વિકલ્પ પણ નિષેધ થાય છે કે મારે નથી જવું.
વખતે કચારેક કોઈ સમાગમમાં આવે છે, અને કંઈ સ્વાભાવિક કહેવા કરવાનું થાય છે,...' અમારા સમાગમમાં ક્યારેક ક્યારેક કોઈ કોઈ આવે છે. અને એવા પ્રસંગમાં કહેવાનું પણ સ્વભાવિક રીતે થાય છે. ધર્મની ચર્ચા-વાતચીત ચાલે છે. જેવો જીવ હોય એવી કોઈ બે વાત થાય પણ છે. ‘એમાં પણ ચિત્તની ઇચ્છિત પ્રવૃત્તિ નથી.’ તોપણ એ વખતે પણ અમારું મન છે એ આગળ વધતું નથી, પાછું પડે છે. જેટલું કહેવાની ઇચ્છા હોય એટલા વિકલ્પ આવતા નથી, એટલી પ્રવૃત્તિ થતી નથી. હવે પોતાનો દોષ જોવે છે. જુઓ ! આ એમની મહાનતા છે !
કે પૂર્વે યથાસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી...’ અત્યારે કેમ અહીં આવી ગયા છે ? અવિચારી પ્રવૃત્તિ કરી છે. અમે પણ ભૂતકાળમાં અવિચારી પ્રવૃત્તિ કરી લીધી છે. નહિતર અમારો આત્મા અંદરથી વીતરાગતાનો પોકાર કરે છે અને આ રાગના કાર્યોનો ઉદય વર્તે છે. એક ટકો પણ ઇચ્છા નથી અને ક૨વું પડે છે. કેમકે પૂર્વે યથાસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી તેથી આવા વ્યવહારનો ઉદય પ્રાપ્ત થયો. છે,...’ એ કા૨ણે આ ઉદય આવ્યો છે. એ અમારા જ અવિચારી પરિણામનું ફળ છે. કેમકે જે-તે સંયોગો વચ્ચે જીવ કાંઈ મફતનો આવતો નથી. બીજાને માથે દોષ નાખે. આ આવા છે... આ આવા છે... અમારે તો બધા આવા છે. ઘરમાં આવા છે, સમાજમાં આવા છે, ફલાણા આવા છે. ભાઈ ! એવાની વચમાં તું કયાંથી ? એ જેવા અને તેવા જે છે તે. પણ એ જેવા-તેવાની વચમાં તું કયાંથી આવી ગયો ? તારા પૂર્વકર્મના ઉદયે આવ્યો છો. કોઈના પૂર્વકર્મના ઉદયે આવ્યો નથી. આમ છે.