________________
પત્રાંક-૫૮૨
લોકોને અંદેશો પડે એવી જાતનો બાહ્ય વ્યવહારનો ઉદયછેઆબરૂ બહુ મોટી છે. “શ્રીમદ્ રાજચંદ્ર એક મહાજ્ઞાની છે એવી વાત પ્રસિદ્ધ થઈ છે. અમારો બહારનો વ્યવહાર લોકોને શંકા પડે એવો છે. સામાન્ય માણસ જે રીતે જીવન જીવતા હોય એ જ રીતે પોતે જીવન જીવે છે. કોઈ અસામાન્ય દેખાવ નથી, અસામાન્ય પહેરવેશ નથી, અસામાન્ય કોઈ પ્રવૃત્તિ નથી. ખાવું, પીવું બધું સામાન્ય બોલવું, ચાલવું સામાન્ય લાગે. થોડી ગંભીરતા વિશેષ લાગે, શાંતતા થોડી લાગે. પણ એ તો જરાક બહુ ધ્યાનથી જોવે એને ખબર પડે. નહિતર બધી સામાન્ય વાત લાગે.
લોકોને અંદેશો પડે એવી જાતનો બાહ્ય વ્યવહારનો ઉદય છે. વળી કુટુંબ છે, ગૃહસ્થ છે, ધંધો વેપાર છે. એ પણ લોકો જાણે છે. વાત કરશે ત્યારે તો વીતરાગતાની કરશે. પછી પૂછનારને પાછી શંકા પડશે. આ તો આમ કહે છે. પોતે તો પાછા લોભન કરવો એમ કહે છે અને પોતે તો દુકાને જાય છે. તૃષ્ણા ન રાખવી એમ કહે છે અને પોતે તો વેપાર કરે છે. આ દેહ પણ મારો નથી અને કુટુંબ પણ મારું નથી એમ કહે છે અને વળી પાછા પોતે તો કુટુંબમાં કુટુંબ સાથે રહે છે. લોકોને અંદેશો પડે એવો વ્યવહાર છે. અંદેશો એટલે શંકા. લોકોને શંકા પડે એવી જાતનો બાહ્ય વ્યવહારનો ઉદય છે.
“અને તેવા વ્યવહાર સાથે બળવાન નિગ્રંથ પુરુષ જેવો ઉપદેશ કરવો તે....' વ્યવહાર આવો હોય, લૌકિક વ્યવહાર હોય અને સાથે સાથે.બળવાન નિર્ગથ ઉપદેશ કરવો તે, કારણ કે ઉપદેશ તો જે છે એ કરવો પડશે. ઉપદેશમાં બીજી વાત કેમ કરાય? પોતે એ ઉપદેશ કરવાની સ્થિતિએ નિગ્રંથ નથી થયા. પણ નિગ્રંથનો ઉપદેશ તો જે જાણ્યો છે એ જ કહેશે, અનુભવ્યું છે એ જ વાત કરશે. તેમાર્ગનો વિરોધ કરવા જેવું છે, એ માર્ગનો વિરોધ લાગે એવી વાત છે. માટે અમને એ બાજુ, લોકોની વચ્ચે આવવાની અમને ઈચ્છા થતી નથી. અહીંયાં સમાજ મોટો. ‘ભાવનગરમાં શ્વેતાંબર સમાજ, સ્થાનકવાસી સમાજમોટો છે. દિગંબરનો સમાજ તો પહેલેથી જવાનો છે. અને બીજું શું છે કે જે સંપ્રદાય છે એમાં ત્યાગનું મહત્ત્વ ઘણું છે. જરાક કોઈની ધાર્મિક ભાવના વિશેષ દેખાય એટલે કહે, લઈ લ્યો દીક્ષા મૂકો કુટુંબને પડતું. આ છકાય જીવને
મૂકો, લાણું મૂકો એમ કરીને ત્યાગ ઉપર લઈ જાય. હવે આ ઉપદેશ નિગ્રંથ જેવો કરે અને ઓલાને.. ત્યાગ નહિ એટલે સમાજની અંદર તો વિરોધાભાસ જેવું લાગે.
અને એમ જાણીને તથા તેના જેવા બીજા કારણોનું સ્વરૂપ વિચારી ઘણું કરીને લોકોને અંદેશાનો હેતુ થાય તેવા પ્રસંગમાં મારું આવવું થતું નથી.” હું લોકોની વચ્ચે આવતો નથી, પ્રસિદ્ધિમાં આવતો નથી. કેમકે એ પ્રકારને હું ઇચ્છતો નથી કે લોકો