________________
૩૨
રાજહૃદય ભાગ-૧૨ સાચી વાતમાં શંકાશીલ થાય અને પોતાના પરમાર્થથી પોતે દૂર જાય એવું હું ઇચ્છતો. નથી. “વખતે કયારેક કોઈ સમાગમમાં આવે છે..... અમારા સમાગમમાં ક્યારેક કોઈ કોઈ આવે છે. અને કંઈ સ્વાભાવિક કહેવા કરવાનું થાય છે, એમાં પણ ચિત્તની ઇચ્છિત પ્રવૃત્તિ નથી. હાલમાં તો એ સંબંધી પારમાર્થિક વાતો લખવા-કહેવામાં પણ ઇચ્છિત પ્રવૃત્તિ એટલે કરવી ઘટે એટલી પ્રવૃત્તિ કરી શકાતી નથી. શું કહે છે? હવે પોતે આ સ્થિતિમાં છે એમાં અપરાધ પોતાનો છે એ વાત જાહેર કરે છે.
પૂર્વે યથાસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી...... મારા જીવે પણ ઊંડો વિચાર કર્યા વિના, યથાયોગ્ય વિચાર કર્યા વિના પ્રવૃત્તિ કરી. અવિચારપણે પ્રવૃત્તિ કરી.
લ્યો ને. તેથી આવા વ્યવહારનો ઉદય પ્રાપ્ત થયો છે. જે સંયોગોમાં આવી પડ્યા છીએ એમાં અમારો અપરાધ છે. અમે અવિચારપણે પ્રવૃત્તિ કરી છે એટલે આ રીતે આવ્યા છીએ. નહિતર અમારી અત્યારની જે ભાવના છે એને અત્યારની પરિસ્થિતિ જરાય અનુકૂળ નથી. એટલો અંદરથી ફાટ ફાટ વૈરાગ્ય ફાટ્યો છે અને પુરુષાર્થ પણ ફાટ્યો છે.
જેથી ઘણી વાર ચિત્તમાં શોચ રહે છે;એ બાબતનો ખેદ રહે છે. પણ યથાસ્થિત સમપરિણામે વેદવું ઘટે છે. તોપણ જે કાંઈ ઉદય હોય તે જ્ઞાતાદૃષ્ટા રહીને વેદવો એ જ યોગ્ય છે. એમાં પણ જ્ઞાતાદૃષ્ટા રહેવાનો પુરુષાર્થ કરવો તે જ યોગ્ય છે. કેમકે ઓલી ઉપદેશની વાત તો બહાર જાય છે. બીજાની સાથે સંબંધ રાખે છે. મારા માટે તો ઉદય ગમે તે હોય, ગમે તે કઠણમાં કઠણ પરિસ્થિતિ હોય તો પણ મારા માટે એથી કાંઈ ડરવાનું કારણ નથી, ભય પામવાનું કોઈ કારણ નથી. વ્યથાસ્થિત સમપરિણામે વેદવું ઘટે છે એમ જાણી, ઘણું કરી તેવી પ્રવૃત્તિ રહે છે. એટલે બરાબર પુરુષાર્થની અંદરતો ગમે તે ઉદયના પ્રસંગમાં પણ સમપરિણામે બરાબર રહેવાય છે.
બહુમાં અલૌકિક દશા છે એમની ! વ્યાપારનો ઉદય છે, પણ અંદરની દશા બહુ અલૌકિક છે. એટલે આમ સાવ જાણે ભિન્ન પડી ગયા હોય એવી અંદરની સ્થિતિ છે, બહારનો દેખાવ સાવ જુદો છે. એટલે એ ગડમથલમાં-પુરુષાર્થની ગડમથલમાં એવા પડ્યા છે કે ક્યાંય પણ ધાર્મિક પ્રવૃત્તિમાં જાહેરપણે આવવામાં એમના પરિણામ છે એ રોકાય જાય છે. એમાંથી એક નવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
વળી આત્મદશા વિશેષ સ્થિર થવા અસંગપણામાં લક્ષ રહ્યા કરે છે.' આત્મદશાની અંદર સ્વરૂપની સ્થિરતા જમાવવા માટે કોઈનો પરિચય ન કરવો એવું લક્ષ રહ્યા કરે છે. એકદમ અસંગ રહી જવું. એકાંતમાં અંદરમાં સ્થિરતા વધારવાનો