________________
૨૮
રાજહૃદય ભાગ-૧૨ લખવાનું હાલ ઓછું બની શકે છે તેથી કેટલાક વિચારો જણાવવાનું બની શકતું નથી. એમને કોઈ એ પ્રકારની અંતર-બાહ્ય પરિણામની સ્થિતિ હતી કે પારમાર્થિક પ્રસંગમાં પણ લખવામાં મન અપ્રવૃત્તિ કરતું હતું. કાલે ચર્ચામાં આવ્યું ને ? મન અપ્રવૃત્તિ કરતું હતું. મનની પ્રવૃત્તિ અપ્રવૃત્તિપણે થઈ જતી હતી. એ એમણે ઘણી જગ્યાએ એનો ઉલ્લેખ કર્યો છે કે લખી શકાતું નથી. તેમ કેટલાક વિચારો ઉપશમ કરવારૂપ પ્રકૃતિનો ઉદય હોવાથી...' એ પણ પ્રકૃતિનો ઉદય, હોં ! કેટલાક વિચારો હમણા ગૌણ કરી નાખવા, ઉપશમ કરી નાખવા, એ વિચારને પ્રાધાન્ય ન દેવું એવો કોઈ પ્રકૃતિનો ઉદય હોવાથી કોઈકને સ્પષ્ટતાથી કહેવાનું બની શકતું નથી. કોઈને અમુક વાત જે સ્પષ્ટ કરવી છે એ સ્પષ્ટપણે કહેવાનું કે લખવાનું બની શકતું નથી.
હાલ અત્રે એટલી બધી ઉપાધિ રહેતી નથી, તોપણ પ્રવૃત્તિરૂપસંગ હોવાથી તથા ક્ષેત્ર ઉતાપરૂપ હોવાથી.” “મુંબઈનું ક્ષેત્ર છે ને? એમણે ક્ષેત્રને ઉતાપવાળું ગણ્યું છે. ગુરુદેવે “મુંબઈને બીજું નામ આપ્યું છે. “અજંપા નગરી'. ગુરુદેવ” “મુંબઈ જતા અને ત્યાંના હાલહવાલ જોવે તો કહે), કોઈને ક્યાંય જંપ નથી. રાતના ૧૨, ૧, ૨ વાગ્યા સુધી Trafcરહે. વળી ૪ વાગ્યાથી Trafદિચાલુ થઈ જાય. બારેક વાગ્યા સુધી તો ધમાધમ હોય. ૧૧ વાગે તો લોકોને સાંજ પડે છે. ૧૧ વાગ્યાની ચહલપહલ જોવે તો આ તો “મુંબઈ છે એમ કહે જાણે સાંજ પડી છે. એટલે કોઈને જંપ નથી. માનસિક અશાંતિ અને એ અશાંતિથી થતી જે પ્રવૃત્તિ (જોઈએ) આ અજંપનગરી છે એમ કહેતા હતા. અજંપો... અજંપો... અજંપો..બધે જોવા મળે પ્રત્યક્ષ.
કહે છે કે, ક્ષેત્ર ઉતાપરૂપ હોવાથી થોડા દિવસ અત્રેથી નિવૃત્ત થવાનો વિચાર થાય છે. થોડા દિવસ માટે અહીંથી નિવૃત્ત થયું છે. હવે તે વિષે જે બને તે ખરું.’ એટલે પોતે કંટાળ્યા છે. પ્રવૃત્તિ અને ક્ષેત્રથી કંટાળ્યા છે. થોડો વખત માટે નિવૃત્તિ ક્ષેત્રમાં જવા માગે છે. પણ એ તો બને તો ખરું હવે. ૫૮૧ પત્ર) પૂરો થયો.
પત્રાંક-૫૮૨
મુંબઈ, ચૈત્ર વદ ૮, ૧૯૫૧ આત્મવીર્યપ્રવર્તાવવામાં અને સંકોચવામાં બહુવિચાર કરી પ્રવર્તવું ઘટે છે. શુભેચ્છાસંપનભાઈ કુંવરજી આણંદજી પ્રત્યે, શ્રી ભાવનગર, વિશેષ વિનતિ કે, તમારું લખેલું પતું ૧ પ્રાપ્ત થયું છે. તે તરફ આવવા