________________
પ્રાસ્તાવિક
વિભક્ત કરી શકાય છે ૧. શાસ્ત્રીય મહાકાવ્ય, ૨. ઐતિહાસિક મહાકાવ્ય, ૩. પૌરાણિક મહાકાવ્ય. કેટલાંક મહાકાવ્યો એવાં છે જેમાં મિશ્ર શૈલીના પણ દર્શન થાય છે. એક તરફ શાસ્ત્રીય શૈલી તો બીજી તરફ ઐતિહાસિક શૈલી, જેમ કે હેમચન્દ્રકૃત કુમારપાલચિત. તેવી જ રીતે એક તરફ પૌરાણિક અને બીજી બાજુ ઐતિહાસિક, જેમ કે ઉદયપ્રભસૂરિનું ધર્માભ્યુદયકાવ્ય. કેટલાક વિદ્વાનો કેટલાંક પૌરાણિક મહાકાવ્યોમાં પ્રેમતત્ત્વ અને લૌકિક આખ્યાનોની પ્રુચરતા હોવાને કારણે તેમને રોમાંચક મહાકાવ્ય કહે છે પરંતુ ખરેખર જોઈએ તો ભારતીય કવિઓએ જે કથાઓ કદાચિત્ લૌકિક પ્રેમકથાઓ છે તે કથાઓને પણ સરસ રીતે પૌરાણિક રૂપમાં પ્રસ્તુત કરી છે, તેથી તે પૌરાણિક મહાકાવ્યો જ છે
૧. શાસ્ત્રીય મહાકાવ્ય તે ત્રણ રૂપોમાં મળે છે. પ્રથમ તો તે શાસ્ત્રીય મહાકાવ્ય જે ભામહ, દણ્ડી વગેરે અલંકારશાસ્ત્રીઓ દ્વારા નિર્મિત લક્ષણગ્રન્થો પહેલાં રચાયાં છે. તેમનામાં લક્ષણશાસ્ત્રીઓ દ્વારા પ્રતિપાદિત મહાકાવ્ય સંબંધી બધી રૂઢિઓ અને નિયમોનું અન્ધાનુકરણ કરવામાં આવ્યું નથી. તેમાં કવિએ પોતાની પ્રતિભાનો સ્વાભાવિક ઉપયોગ કર્યો છે, તેથી સ્વાભાવિકતાની સાથે કલાત્મકતાને પણ સ્થાન મળ્યું છે. આ શાસ્ત્રીય મહાકાવ્યો કાવ્યશાસ્ત્રની રીતિઓથી બંધાયેલા ન હોવાને કારણે રીતિમુક્ત શાસ્ત્રીય મહાકાવ્ય કહેવાય છે. આ પ્રકારના મહાકાવ્યોમાં અશ્વઘોષકૃત બુદ્ધચરિત અને સૌન્દરનન્દ, તથા કાલિદાસકૃત રઘુવંશ અને કુમારસંભવ ઉલ્લેખનીય છે.
૨૫
―
બીજા પ્રકારના શાસ્ત્રીય મહાકાવ્ય રીતિબદ્ધ છે. આ મહાકાવ્યો કાવ્યશાસ્ત્રીઓ દ્વારા પ્રણીત રીતિઓથી બદ્ધ છે. તેમનામાં કૃત્રિમતા, દુરુહતા અને પાંડિત્યપ્રદર્શનની પ્રચુરતા હોય છે. આવાં મહાકાવ્યોમાં કથાવસ્તુની ઉપેક્ષા હોય છે અને અલંકાર, વાક્ચાતુર્ય, પાંડિત્યપ્રદર્શન અને કલ્પનાઓનું વધુ પડતું બાહુલ્ય હોય છે. ભાવિકૃત કિરાતાર્જુનીયમ્, માઘકૃત શિશુપાલવધ, વસ્તુપાલકૃત નરનારાયણાનન્દ વગેરે આ પ્રકારનાં મહાકાવ્ય છે.
Jain Education International
ત્રીજા પ્રકારનાં શાસ્ત્રીય મહાકાવ્યોને આપણે શાસ્રકાવ્ય અને બહ્રર્થક કાવ્યના રૂપમાં જોઈએ છીએ. શાસ્રકાવ્યમાં કાવ્યની સાથે સાથે વ્યાકરણશાસ્ત્રના નિયમોનું પ્રદર્શન હોવાને કારણે તેને ઉક્ત નામ અપાયું છે. આનાં ઉદાહરણો છે ભટ્ટિકાવ્ય, હેમચન્દ્રકૃત ચાશ્રયકાવ્ય આદિ. બહ્રર્થક મહાકાવ્યોમાં બે કે બેથી વધારે કથાનકોને વિવિધ અલંકારો દ્વારા એવાં તો વણી લેવામાં આવ્યાં હોય છે કે વાચકને ચમત્કાર જેવું લાગે છે. આવાં મહાકાવ્યોમાં ધનંજયકૃત દ્વિસન્માન અને હેમચન્દ્રે તથા મેઘવિજયે રચેલાં સપ્તસંધાન વગેરે અનેક કાવ્યો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org