________________
૨૪
પ્રકારમાં સમાવેશ પામે છે; ઉદાહરણાર્થ સમરાદિત્યચરિત (પ્રદ્યુમ્નસૂરિકૃત), નિર્વાણલીલાવતી (જિનેશ્વરસૂરિષ્કૃત) વગેરે.' ખંડકથા કાવ્યમાં જીવનના કોઈ એક પક્ષનું ચિત્રણ હોય છે, અથવા કોઈ એક જ ધટનાને મહત્ત્વ આપવામાં આવ્યું હોય છે. અવાન્તર કથાઓની યોજના તેમાં પ્રાયઃ નથી હોતી. તેને ખંડકાવ્ય નામે પણ ઓળખવામાં આવે છે. કાલિદાસનું મેઘદૂત અને જૈન વિદ્વાનોએ રચેલાં આ પ્રકારનાં અનેક કાવ્યો કાવ્યના આ પ્રકારમાં સમાવેશ પામે છે.
-
મુક્તક કાવ્યના પણ બે પેટાભેદ છે · પાઠ્ય અને ગેય. ભર્તૃહરિનું નીતિશતક વગેરે પાઠ્ય મુક્તકનાં ઉદાહરણ છે જ્યારે જયદેવનું ગીતગોવિંદ ગેય મુક્તકનું ઉદાહરણ છે. પદ્મોની સંખ્યા અનુસાર પણ મુક્તકના અનેક ભેદ છે જેમકે એક પઘની સ્ફુટ કવિતા મુક્તક, બે પદ્યવાળું યુગ્મ યા સન્દાનિતક, ત્રણ પઘવાળું વિશેષક, પાંચ પઘવાળું કલાપક, પાંચથી બાર કે ચૌદ સુધી કુલક, શત પઘવાળું શતક, વગેરે.
જૈન કાવ્યસાહિત્ય
મહાકાવ્યોના પ્રકાર પાશ્ચાત્ય સમીક્ષાશાસ્ત્રીઓએ મહાકાવ્યનાં બે રૂપો સ્વીકાર્યાં છે ઃ ૧. સંકલનાત્મક મહાકાવ્ય (Epic of growth) અને ૨. અલંકૃત મહાકાવ્ય. સંકલનાત્મક એ તે વિકસનશીલ મહાકાવ્યો છે જેમને અનેક વિદ્વાનોએ વખતોવખત શણગાર્યાં છે, સંભાળ્યાં છે, પરિષ્કૃત કર્યાં છે, પરિવર્ધિત કર્યાં છે અને યુગો પછી તેમનું વર્તમાન રૂપ બન્યું છે. તે મહાકાવ્યો પ્રાચીન કેટલીક ગાથાઓના આધારે પલ્લવિત થયાં છે. ઉદાહરણ તરીકે રામાયણ અને મહાભારતનાં નામ તરત જ યાદ આવે છે.
--
Jain Education International
અલંકૃત મહાકાવ્યની રચના વ્યક્તિવિશેષ દ્વારા કરવામાં આવે છે. તેમાં કવિ કલાપક્ષ અને ભાષાશૈલી ઉપર વિશેષ ધ્યાન આપે છે. અલંકૃત મહાકાવ્યોનો પ્રાદુર્ભાવ રામાયણ અને મહાભારત પછી જ થયો છે. તેમનામાં એ બંનેની સ્વાભાવિકતા મળતી નથી. તેમનામાં કલાત્મકતા અને કૃત્રિમતાની તરફ વિશેષ ઝોક છે. અલંકૃત મહાકાવ્યોનાં કથાનકો અને શૈલી ઉપર રામાયણ અને મહાભારતનો પ્રભાવ પણ પ્રાયઃ જણાય છે, તેથી તેમને અનુકૃત મહાકાવ્ય પણ કહેવામાં આવે
છે.
જૈન કાવ્યસાહિત્યમાં વિકસનશીલ મહાકાવ્ય નથી. અલંકૃત યા અનુકૃત મહાકાવ્યોનું જ બાહુલ્ય છે. અલંકૃત મહાકાવ્યોને શૈલીની દૃષ્ટિએ ત્રણ ભેદોમાં ૧. જૈનોનાં વિશાળ કથાકાવ્યો(કથાસાહિત્ય)નું વિવેચન મહાકાવ્યોના વર્ણન પછી આપવામાં આવશે.
For Private & Personal Use Only
www.jainelibrary.org