________________
ન કલ્પી શકાય એ ઉલ્કાપાત મચી રહ્યો. ઈશ્વરની ઇચ્છા હશે તેમ થશે એમ સમજી ઉતાવળે પગલે ઘર તરફ ચાલવા લાગી.
નગરમાં પ્રવેશતાં નજીકમાં જિનમંદિર જોવામાં આવ્યું તેથી તેણી મંદિરમાં ગઈ. હ્રદયમાં ચાલતું તોફાન શાંત કરવા જિનેશ્વર દેવને સ્તુતિ કરી અને બેલી હે દેવાધિદેવ તું જ મારો પિતા છે-માતા છે- મિત્ર છે અને સ્વામિ પણ તું જ છે. હું અત્યારે મહા મુશ્કેલીમાં આવી પડી છું મારું રક્ષણ કરે અને માર્ગ દેખાડે, હે જિનેશ્વર. મને બચાવે ! મારે સ્વામી મને પ્રશ્ન કરે તે તેના જવાબ આપવાની મને શક્તિ આપો ! આપ તે મારા માબાપથી અધિક છે- તે શું પુત્રી ઉપર આટલી પણ દયા નહિં કરે ? એમ બેલી રડતાં રડતાં જિનેશ્વર દેવના દરબારમાં ઢળી પડી. આળોટતી રડતી રહી.
જિનમંદિરના અધિષ્ઠાયક દેવેએ સુભદ્રાની ભક્તિ જોઈ અને તેમને દયા આવી એટલે કહ્યું- બેટી, ગભરાઈશ નહિં. બધું સારું થઈ રહેશે. આથી સુભદ્રા તેજ સમયે અરિહંત પરમાત્માને દેવ તરીકે અને સુરેન્દ્રદત્તને પતિદેવ તરીકે હત્યામાં સ્થાપી ઘેર ગઈ
સખીઓ દ્વારા પિતાને આની જાણ કરી. અને સુરે. દ્રદત્ત સાથે લગ્ન કરવાની વાત કહી. આ સુંદર-વિદ્વાન અને કુળવાન જમાઈને પસંદ કરવા બદલ તેના પિતા બહુ ખુશ થઈ ગયાં. ખરેખર મારી પુત્રીની પસંદગી અત્યંત સુંદર છે.