________________
યોગીને ભેગી બનાવ્યું આપણે હાથે કરીને પુત્રને ખોટા રસ્તે લઈ જઈશું તે તેનું પરિણામ સારૂં નહિ આવે. ડી શાંતિ રાખ.
હે પ્રિય? થોડી સમજદારી રાખ, કુસંગથી મેળવેલી ચતુરાઈ સારી નથી. નીચ માણસની સેબતથી કુળને કલંક લાગતા વાર ન લાગે તું તારે કદાગ્રહ છોડી દે. આપણે પુત્ર નસીબદાર કહેવાય કે જુવાનમાં જ શાસ્ત્ર અને ધર્મને રંગ લાગ્યા છે. ધર્માત્મા બની ધમી બન્યા છે.
આવી રીતે સમજાવવા છતાં તે માની નહિ અને પિતાને હઠાગ્રહ ચાલુ જ રાખે. એટલે ન છૂટકે શેઠે
વ્યભિચારી પુરૂષને બેલાવી સમજાવ્યું કે જુઓ આજથી મારે પુત્ર તમને સોંપુ છું. તેને કામકળામાં પ્રવિણ બનાવો. સંસારમાં રસ પડે એવું કરો તે અંગે જે કાંઈ ખર્ચ થશે એ હું આપીશ.
પછી આ લોકો ધમ્મિલની સાથે મિત્રાચારી કરી બહાર લઈ ગયા. જુગાર ખાનામાં નાટક શાળામાં વગેરે અનેક સ્થળોએ ફેરવવા લાગ્યા. સાધુઓની સંગત છોડાવી રંગરાગ અને નાચ ગાન ઉડાવતા સ્થળેએ ફેરવવા લાગ્યા. એક દિવસ તેઓ ધમિલને મોટા ઉદ્યાનમાં લઈ ગયાં અને સમજાવ્યું કે અહીં કુલ એકઠાં કર અને આ જળાશયમાં હંસની પેઠે કીડા કર.
ધમ્મિલ કહે અરે મૂર્ખ ! તમને એટલીય ખબર નથી કે પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિ એકેન્દ્રિય જીવ છે તેમાં ક્રીડા કરવાથી કેટલાં નિરપરાધી જીવેની હત્યા થાય? આ બધું મને પસંદ નથી ત્યારે બધાં ભેગા