________________
શીયળનું તેજ
૨૨૫ ઉભા થઈ જશે પાપ કિયાઓની એકાગ્રતા તૂટશે, ધર્મક્રિયાની એકાગ્રતા સધાશે ?... પણ કયારે? સંસારના તમામ ભાના સ્વભાવને સતત નજર સામે રાખીશું ત્યારે! એ સિવાય તે એજ અનાદિના રહે જીવન ચાલશે. અને અનંતા ભવના ચાલ્યા આવતા પરિભ્રમણમાં આ એક ભવને ઉમેરો થઈ જશે.
માનવી સામાન્ય નાની એવી મુસાફરીએ જાય છે તો જતાં પહેલા તૈયારીઓ કરે છે અને જરૂરી ચીજવસ્તુઓ અને ભાતું સાથે લઈ જાય છે જ્યારે પરલોકની લાંબી મુસાફરી માટે માનવી કેમ કંઈજ વિચારતે નહિ હોય? માનવી સામાન્ય એવા શત્રુના ભયથી રાત્રે સુખેથી ઊંધી પણ શક્તો નથી જ્યારે મૃત્યુરૂપી શત્રુ તે હંમેશા સામેજ ઊભે છે છતાં તેની ઉપેક્ષા કરી માનવી મૂર્ખતા પૂર્વક સ્વસ્થપણે બેસી રહે છે એવી બેદરકારી પાલવે ખરી?
જ્યાં સુધીમાં ઘડપણ આવી પહોંચે તે પહેલાં હાથપગ હાલે છે. ત્યાં સુધીમાં શકય એટલે ધર્મ કરી લે જોઈએ, કારણ કે પૂર આવ્યા પછી પાળ બાંધવી અશકય છે.
એમ વિચારી શેઠે વેપાર ધંધાને અને કુટુંબને તમામભાર પુત્રને ભળાવી દીધું અને પોતે સંસારથી વિશ્કત થઈ, ગુરૂમહારાજ પાસે જઈ ભાગવતી દિક્ષા અંગીકાર કરી સાધુ ધર્મ સ્વીકારી તીવ્ર તપશ્ચર્યા કરી. કાયાને અનેક કો દ્વારા સુકવી નાંખી. પુણ્યનું ભાતું બાંધી મૃત્યુ પામી દેવલેકમાં ગયા. ૧૫: