________________
ધમ્મિલને વિપુલ સંસાર પડે છે. રૂણાનું બંધ કર્મો સૌને ભેળવવાં પડે છે. જન્મ જરા અને મરણને ડર હંમેશા સતાવતો રહે છે. નામ તેને નાશ તો અવશ્ય છે જ. જન્મ કે મરણ પામે જ છે. આ સંસારે તરવા માટે ધર્મની ઉત્તમ આરાધના કરવી જોઈએ અને એ માટે સંયમ માર્ગે જવું એ જ મહત્વનું છેઆ સાંભળી વસુદત્તા બોધ પામી સુત્રતા સાવી પાસે દિક્ષા લીધી. અને વિહાર કરતાં કરતાં તે ઉજજયિની પહોંચી. ઉજજયિની માં માતા-પિતાને મલી. બનેલ તમામ હકીક્ત કહી. જેથી તેઓ પણ ધર્મ પ્રત્યે રાગી થયાં. આ રીતે વસુદત્તાનું ચરિત્ર સાંભળી કયે મૂર્ખ માણસ માબાપની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા તૈયાર થાય ! તેમ તું સ્વછંદી બનીશ તે તારે તેનું ફળ પણ ભોગવવું પડશે. વડીલેની આજ્ઞા તમારા હિતમાં જ હોય છે. પરંતુ તે સમયે જુવાનીના તેરમાં તમે સમજી શક્તા નથી અને પરિણામે ખૂબ સહન કરવાનું આવી પડે છે. માટે રવછંદીપણું ત્યાગીને ધમ્પિલકુમારને સ્વીકારી લે.
વિમલા કહે હે પુત્રી ! તારા મગજમાં શું છે તેની મને સમજ પડતી નથી. તારી જીદ ખરેખર નકામી છે. અત્યંત દુરાગ્રહ કરવાથી પરતાવાનો વખત આવે છે. કંઈક સમજ, મેટાનું કહ્યું માન તે સુખી થઈશ. આ ધમ્મિલ કેટલા ગુણે વાળે છે તે તારી નજર સમક્ષ જોયું છે. અનુભવ્યું છે છતાં આવું અલ્લડપણું તું કેમ છેડતી નથી.
ધમિલમાં અનેક ગુણ છે. લક્ષ્મી છે, રૂપ છે શૌર્ય છે. બુદ્ધિ છે. કલા છે અને એવા બીજા અનેક ગુણે છે.