________________
૨૮૨
ધર્મી-ધમ્પિલકુમાર કોઈ કોઈ વાર હાથી ઉપર બેસીને નગરની શોભા જેવા માટે કપિલાને સાથે લઈને ફરતે હતે.
આ બાજુ ધમિલના ગયા પછી કમલા ધાર આંસુએ રડવા લાગી. પસ્તા કરવા લાગી. અરેરે? કેવી પાપણ? મને આ શું સૂઝયું ? મેં મારા પતિદેવનું અપમાન કર્યું. મેં તેમને તિરસ્કાર કર્યો! મેં હાથે કરીને મારા પગ ઉપર કુહાડે માર્યો છે. જેને માથું આપું તે પણ ઓછું પડે એ પતિને પગથી લાત મારી. મેં મારી જાતે જ મેં અમૃત કુંભ ઢળી નાંખે ચિંતામણું રત્નને ફેંકી દીધું. હવે શું કરું ? આમ રેતી, કકળતી ચિંતામાં અને દુઃખમાં દહાડા કાઢવા લાગી. હાથના ક્યા હૈયે વાગ્યા છે. હવે કોને કહેવા જાઉં ! આમ દુઃખમાં ખાવું-પીવું પણ ભૂલાઈ ગયું.
એક દિવસ ધમિલ કપિલાને સાથે લઈ હાથી ઉપર બેસી ફરવા નીકળે. નેકરો માથે છત્ર ધરે છે. આગળ પાછળ રાજના સેવકે ચાલી રહ્યા છે, અતિસુંદર આભુષણો અને અલંકારથી ધમિલ શોભી રહ્યો હતે. તે કમલાના મકાન નજીક આવ્યું. તે જાણીને કમલા સુ દર વસ્ત્રો પહેરી ઝાલી હાથમાં લઈ સામે આવી. પતિને પ્રદક્ષિણા દઈને હસ્તે મેં પૂજા કરી બે હાથ જોડી પ્રણામ કર્યા. આથી ધમિલ ખુશ થયા અને તેને હાથ ઝાલી પિતાની પાસે હાથી ઉપર બેસાડી અને રાજભવનમાં ગયા. ત્યાં ત્રણે સ્ત્રીઓ સાથે મલી. અને તેઓ વચ્ચે મેરી બંધાઈ. આમ ત્રણ ત્રણ સ્ત્રીઓ ભેગવતા તે દિવસે પસાર કરી રહ્યો..