________________
+
+
૩૦૪
ઘર્મી-ધમ્મિલકુમાર મુખેથી માત્ર ધમ્મિલનું નામ ઉચ્ચારતી હતી. મેં તેણીની પાસે જઈને ક્ષેમકુશળ સમાચાર પૂછયાં પરંતુ મને પુરૂષ વેષમાં જોઈને તે કાંઈ જ બોલી નહિં. જેથી મેં મારું સ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું અને તેની પાસે જઈને બોલી હે બહેન ધમિથે જ મને અહીં મોકલી છે એટલે હું તારા ખબર અંતર પૂછવા આવી છું. આમ સાંભળતાજ તેણી અત્યંત હર્ષ પામી અને પૂછવા લાગી કે હે બહેન? મારે હૈયાના હાર સરખે મિલ કયાં છે ? તેને કેટલે પરિવાર છે? તેઓ શું કરે છે ! શરીરે તે સાજ હવા છે ને !
હું તે રાત-દિવસ એમની જ માળા જપી રહી છું એમના ગયા પછી મેં કોઈ પુરૂષને સપર્શ પણ કર્યો નથી. એકજ ટાઈમ જમું છું અને એક સંથારીયામાં સુઈ રહું છું. મારા સ્વામીના આજે સમાચાર મળતાં મને અપાર હર્ષ થયો છે. તેમજ તમારા વારંવાર સમાચાર પૂછતી હતી. મેં કહ્યું કે ધમિલકુમાર હાલમાં ચંપાનગરીમાં રહે છે. બધી રીતે સુખી છે મહાવ્યાદ્ધિવાળા છે. અનેક સ્ત્રીઓ પરણ્યાં છે અને ભોગ-સુખ ભેગવે છે. તે સાંભળીને તેનું મહે અને હૈયું આનંદથી નાચી રહ્યું અને મને કહ્યું કે મારા સ્વામી નાથને આટલે સંદેશે જરૂર પહોંચાડજે કે વસંતતિલકા તમારી પાસે બીજું કાંઈજ માંગતી નથી, પણ માત્ર એટલી જ વિનંતિ કરે છે કે મને હૈયામાંથી ઊતારી નાંખશે નહિં.