________________
ધમ્મિલને વિપુલ સંસાર
૩૦૩ તિલકાની હકીક્ત કહેવા માંડી. કુશાગ્રપુર નામનું નગર છે તેમાં ગણિકાઓમાં સૌથી શ્રેષ્ઠ ગણિકા નામે છે, અત્યંત મનહર સૌંદર્યવાન અને લાગણીશીલ છે, વર્ષો સુધી હું તેના ઘેર રહ્યો છું, એટલે હું તેને સ્વભાવ બરાબર જાણું છું, જેને મેં કદી અભ્યાસ કર્યો ન હતે જેને મેં દીઠા ન હતા કે સાંભળ્યા પણ ન હતા તેવા કામદેવ વિષેના ભાવે અને કલા શિખવનાર એ મારી પ્રથમ ગુરૂ છે. ભલે તે ગણિકા રહી પરંતુ ખરા હૃદયથી ચાહતી અને કાર દેખાડતી મારા કારણે એણે ઘણું સહન કર્યું છે જેથી હજુ પણ હું તે વસંતતિલકાને ચાહું છું.
વિઘમતી કહે હે દેવ ? જો આપની આજ્ઞા હોય અને ઈચ્છા હોય તો મને રજા આપે તે તેની ભાળ મેળવી ખબર લઈ આવું. આથી ધમિલ કહે પહેલાં કમલાની રજા લઈ લે, નહિંતર તેણુ બહુ જ ગુસ્સે થઈ જશે. તેથી તેણી કમલા પાસે રજા માંગી કમલા. બેલી સ્વામીની આજ્ઞા મલી ગઈ પછી હું દેણ માત્ર? મને શા. માટે હલકી પાડે છે !
રજા મલતાં વિન્મતી તે તરતજ આકાશ માર્ગે ઉપડી ગઈ અને તેને સમાચાર લઈને પાછી પણ આવી ગઈ અને સર્વની હાજરીમાં જ બેલી હે સ્વામી પુરૂષ સ્વરૂપે હું વસંતતિલકાના ઘરમાં ગઈ, મેલાઘેલા કપડાં પહેરેલ દયાજનક હાલતમાં તે એક ખૂણામાં પડી હતી. નહતા સારા આભુષણે કે નહેતા કેઈ અલંકારે પહેરેલ.