________________
૨૯૨
ઘર્મી-ધમ્પિલકુમાર ઝાડીમાં ગુપ્ત પણે જે તપ કરી રહ્યો હતો તેને અજાણતા મેં મારી નાખે છે તે આ વિદ્યાઘર લાગે છે. અરેરે! હું કે પાપી છું આવી સ્ત્રીઓના આશ્રય સમા વિધાઘને મેં મારીને તેઓના વિશ્રામરૂપી વડલે મેં ઉજાડી નાખે. જ્યારે આ સ્ત્રીઓ તે વાત જાણશે ત્યારે એમની કેવી હાલત થશે? અને કે કામ કલ્પાંત કરશે ? એ વિચારે જ હું ધ્રુજી ઊઠું છું.
આમ વિચાર કરતા કરતા ગભરાતે દુઃખી થતા ધમિલ ખૂબ ધીમેથી બે હે ભદ્ર! એ વિદ્યાઘરનું અજાણતા મારા હાથે મૃત્યુ થયું છે. મને એને અંગે ખૂબ જ દુઃખ થાય છે. ખરેખર હું પાપી છું. આ વાત કહે : મારી જીભ પણ ઉપડતી નહતી પરંતુ જણાવ્યા વગર બીજે ઉપાય ન હતે.
તે સાંભળી તે કન્યા ખૂબજ શકાતુર બની ગઈ ગદગદ કંઠે બોલી કે જે બનવાનું છે તે બનીને જ રહે છે. તું તે માત્ર નિમિત્તરૂપ બને છે. ભવિતવ્યતા બળવાન છે.
ધમિલ કહે છે બાલા! તું હવે નકામે અફસોસ કરે છે. કાર્યની સિદ્ધિ તે દેવાધીન છે. તેમાં શેક કરે તેનો કોઈ અર્થ નથી. નસીબમાં લખવું હોય તે પ્રમાણે ભોગવવું જ પડે છે. વિધિના લેખમાં કે ઈ મેખ મારી શકતું નથી.
ત્યારે તે કન્યા બોલી હું સાહસવીર ! હે નવયુવાન મને તે હવે એ વાતનું સહેજ પણ દુખ નથી. કેમકે રાની મુનિરાજે અગાઉ કહેલું જ હતું શું એમની વાત