________________
ધમ્મિલને વિપુલ સંસાર હકીક્ત જાણી રાજા પણ ખુશ થયે. ત્યારે ધમ્મિલે રાજા પાસે જઈ પ્રણામ કર્યા. અને રાજા તરત જ ઓળખી ગયા કે આ તે જમાઈરાજ છે. તેથી ઊભા થઈને બાથમાં લઈ ભેટી પડયા.
રાજા બોલ્યા હે પુત્ર? ઘોડી તને લઈને ઊડે ત્યારથી આજસુધી બનેલી હકીક્ત મને જણાવ, ધમિલે તે મુજબ અથથી ઇતિ સુધીની તમામ વાત કરી અને રાજા તે અત્યંત આનંદ પામ્યા અને કહ્યું કે જે તારા જેવા સમર્થ માણસ અહીં હોય તો અમારે ટોઈ પ્રકારની ચિંતા રહે નહિં, આમ રાજાએ ખૂબ સન્માન આપ્યું. ત્યારબાદ તે મહેલે ગયે અને પોતાની ત્રણે સ્ત્રીઓને મો. વાત કરી સર્વત્ર આનંદ રેલા. વસમા વિયેગ પછી આજે મધુર મિલન હતું. મુખ દુઃખની વાતામાં સમય વહી રહ્યો.
આ બાજુ એવું બન્યું કે પેલી આડ કન્યાઓ સાથે સાગદત્તના લગ્ન થવાના હતા ત્યાં હાથી જ રહ્યા પછી સાગરદત્ત પોતાના પરિવારને લઈ હોંશે હોંશે પરણવા આવ્યું. અને લગ્નની વિધિ વગેરે તૈયાર કરવા લાગે. તે સમયે આઠે કન્યાઓએ તેને કહ્યું કે હે સ્વાથી ! બીકણ અમને મોતના મુખમાં મુકીને જીવ બચાવવા ભાગી નીકળ્યા હતા. તે સમયે પાછું વળીને જોવાની પણ તયારી ન હતી અને હવે કયા મોઢે પરણવા આવે છે! શરમ આવતી નથી ! ભલે તું પુરૂષ છે પણ ખરેખર જોતાં તે સ્ત્રીઓ કરતાં પણ નપાવટ છે, તારા જેવા બીકણ બાયેલા પુરૂષ સાથે અમે લગ્ન કરવા માંગતા નથી.