________________
ધમી-ધમ્પિલકુમારે રસ્તામાં અનેક આપત્તિઓમાં તેણે બહાદુરી પૂર્વક અમારું રક્ષણ કર્યું છે. તેમ છતાં મેં તેની કઈ કદર પણ ના કરી. મને શું સૂઝયું તેની મને સમજ પડતી નથી. મેં ચિંતામણી રત્નને પથર સમજી લીધું હતું. આમ છતાં તે કેટલો મહાન દિલનો મર્દ છે કે બધું જ ભૂલી જઈને મને પ્રેમથી અપનાવી છે.
હવે કમલાના હૈયામાં ધમિલ પ્રત્યે પ્રેમને ઊભરે આવ્યું અને જાત જાતના કટકા કરી નયનબાણથી ઘાયલ કરવા લાગી. બધાં મિત્રે પોતપોતાના ઘેર ગયાં ત્યારે ઘમિલ પણ કમલા અને વિમલાને લઈ ઘેર ગયે.
સંધ્યા સમયે દિપકને સાક્ષીમાં રાખી કમલાએ ધમ્મિલકુમાર સાથે આનંદપૂર્વક લગ્ન કર્યા અને બંને વિલાસભુવનમાં ગયાં. તેઓ ત્યાં મન-વચન અને કાયાથી પરસ્પર આનંદ પામ્યા. રાત્રિ કયાં પસાર થઈ ગઈ. તેની ખબર જ પડી નહિં. આમ બંને ભોગ-વિલાસમાં અને આનંદ-વિદમાં દિવસે પસાર કરવા લાગ્યા
એક વખત એવું બન્યું કે ભૂલથી કમલા શબ્દ બોલવાને બદલે વસંતતિલકા બોલાઈ ગયું આ સાંભળી કમલા એકદમ ગુસ્સે થઈ ગઈ વિજળી પડી હોય એવું દુઃખ પામી. તેના હયામાં પતિ પ્રત્યે જે પ્રેમ રાગ હતા તેમાં ભંગાણ પડ્યું. કોધથી તેનું શરીર કંપવા લાગ્યું
તે બેલી છે ધૂર્ત ! તારી પલ તારી જીભે જ પકડાઈ ગઈ છે. તું મારા પ્રત્યે જે પ્રેમ દાખવે છે તે તદ્દન બનાવટી છે. અત્યાર સુધી હું મૂર્ખ તે સમજી શકી નહોતી