________________
ઘન્મિલને વિપુલ સંસાર
કલ્યાં અને પોતે ધમ્મિલ સાથે હાથી ઉપર બેસી સામે આવતે જોઈ વિમલા રાજી રાજી થઈ અને કમલાને કહેવા લાગી કે આ મિલ ખરેખર બહુ ભાશાલી અને પરાક્રમી છે.
ત્યારે માતાની વાતો સાંભળી કમલા દુઃખી થતી માં બગાડીને બેલી હે માતા ! તું ખરેખર મૂર્ણ છે. તું જેના વખાણ કરે છે તે ધમિલ પ્રત્યે મને રાગ થયે નથી અને થવાને પણ નથી. તે મારા મનને માનેલે પ્રિયતમ નથી જ. તેને ઉંચે આસને બેઠેલે ઈ તું તેના પ્રત્યે માનની દ્રષ્ટિથી નિહાળે છે પરંતુ મને તેની કોઈજ અસર નહિં થાય. પર્વતના શિખર ઉપર રહેલું શેરનું ઝાડ કદી કપ વૃક્ષ બની શકતું નથી એટલે તારી વાત મને માન્ય નથી.
ડીવારમાં મિમલ અને રાજપુત્રે ત્યાં આવીને તેમને નગરમાં લઈ ગયા. રાજપુત્ર તેમને ધામધૂમ પૂર્વક નગર પ્રવેશ કરાવ્યું અને એક મોટા સુંદર મકાનમાં ઉતાર આપી તેમને ખાવાપીવાની ઉત્તમોત્તમ પ્રકારની સુખ સગવડતા કરી આપી. ધમિલ સાથે મિત્રતા કરી હંમેશા તેને પિતાજી સાથે લઈને જ ફરતે. તે દરમ્યાન ધમિલની કલાકુશળતાથી સંતોષ પામત.
રાજકુમાર અને મિલની મિત્રતા ખૂબજ ગાઢી થઈ ગઈ અને તેથી રાજકુમારના અન્ય મિત્ર વર્ગ પણ ધમિલ સાથે મિત્રો બની ગયાં. નગરના લેકે પણ તેમની મિત્રતા જોતાં. આમ ધીરે ધીરે આખા નગરના લોકોને પ્રેમ સંપાદન કર્યો. પરંતુ પિતાની સાથે રહેતાં લોકો કમલા તથા વિમલાને રાજી કરી શકે નહિ.