________________
ધમ-ધમ્મિલકુમાર કુમાર તેના મિત્ર પરિવાર સાથે આ જ નદીમાં કીડા કરી કરી રહ્યો હતો. ધર્મિલ કોતરેલા કમલ પત્રો તરતા મૂકેલા તે તેનાં હાથમાં આવતાં ગયાં. તે જોઈને કુમારને આશ્ચર્ય થયું અને વિચાર્યું કે નદીના ઉપરવાસમાં ખરેખર કોઈ મહા કલાકાર મનુષ્ય હોવું જોઈએ. તેનું આ અતિસુંદર કાર્ય છે. તેથી તે કલાકારને માનપૂર્વક બેલાવી લાવવા બે માણસોને ઝડપથી શોધવા મોકલ્યાં. તે માણસ શોધતાં શેાધતાં ધમિલ હતા ત્યાં આવી પહોંચ્યા અને સત્ય હકીક્ત પૂછવા લાગ્યા હે ભાઈ આગળના ભાગમાં અમે કમલપત્રોમાં નખથી કરેલી કતરણી અમે જોઈ છે. શું તે આપે કરી હતી ?
મિલે કહ્યું હા ભાઈ ! એમાં શું મેં કોઈ ગુનો કર્યો છે? ત્યારે તે માણસે જણાવ્યું છે કલાના ભંડાર અમારા રાજકુમાર સાહેબે તમારી કલા જોઈ ખુશ થયા છે અને તમને મલવાની તેમની ઈચ્છાથી અમને તેડી લાવવા મોકલ્યા છે માટે હે મહાનુભાવ! અમારી સાથે ચાલે. આ સાંભળી ધમિલ ખુશ થઈ ગયો અને તેમની સાથે ગયે. ત્યાં નરના રાજા કપિલના પુત્રને મલ્યા. રાજ. કુમાર ધમિલને પ્રેમપૂર્વક ભેટયે, અને તેની ખબરઅંતર પૂછી અને કલાનું સન્માન કર્યું. અને પૂછ્યું કે ભાઈ તું ક્યાંથી આવે છે? તારે પરિવાર કયાં છે?
ધમ્બિલે કહ્યું હે રાજપુત્ર? હું કુશાગ્રનગરથી આવું છું. મારે પરિવાર નગર બહાર એક રથમાં બેઠેલ છે. રાજપુત્રે તેમને માટે રહેઠાણની વ્યવસ્થા કરવા માણસોને