________________
ધમ્મિલને વિપુલ સંસાર
૨૭૧ માગે ગયે હતો તે માર્ગે ચાલવા લાગી પણ સંઘની ભેગી થઈ શકી નહિં. અને આગળ જતાં બે માર્ગ આવતા તે બેટા માગે ચડી ગઈ.
આ બાજુ ધનદેવની દેશાવરથી તે જ દિવસે પધાર્યા તેણે પોતાની પ્રિય પત્નિ ને જોઈ નહિં તેથી પોતાની માતાને પૂછયું ત્યારે માતાએ કહ્યું કે હે પુત્ર ! તારી પત્નિને અમે ઘણું સમજાવી. રેકી પણ સ્વચ્છંદી વભાવ વાળી વસુદત્તા આજે જ ઉજજયિની જતાં સંઘમાં ગઈ છે અને સાથે બન્ને પુત્રોને પણ લઈ ગઈ છે.
આ સાંભળી ઘનદેવ તેણના અવિચારી અને સ્વછંદી કાર્યની અવગણના કરતો તેની પાછળ પાછળ ગયે. મનમાં વિચારે છે કે આવા રસ્તે--બાળકે સાથે તેણી એકલી શી રીતે જઈ શકશે ? એમ વિચારી ખૂબજ ઝડપથી તેમના પગલાં જેતે જોતા તેમની પાછળ ગયે. ઘણે દૂર જતાં દૂરથી પત્નિ તથા પુત્રોને જતાં જોયાં. તેથી તેમની પાછળ દોડતા ગયા અને તેમને મલ્યા. પોતાની પત્નિને મળે. બાળકને રમાડ્યાં અને સાથે લાવેલું ભોજન સૌ ભેગાં બેસી જમ્યાં. આ સમયે સૂર્યાસ્ત થવા લાગ્યો હતો. તેથી રાત્રિએ ત્યાં જ રસ્તામાં ધૂળમાં રહી જવાનો નિર્ણય કર્યો. ધૂળને ગાદલું સમજી સૌ સૂઈ ગયાં. વસુદત્તાને સ્વામી મલ્યાને અપૂર્વ આનંદ હતો એટલે આ સ્થળ પણ તેણીને રાજમહેલ જેવું લાગતું.
રાત્રિ દરમ્યાન વસુદત્તાએ જંગલમાં જ પુત્રને જન્મ આપે. ઘનદેવે ઝાડની ડાળીઓ-પાંદડા-વેલા વગેરે લાવીને