________________
ધમ્મિલને વિપુલ સંસાર
૨૬૯ માતા ! તને હું હાથ જોડું છું કે તમે ગમે તે રીતે તેને સમજાવે કે પ્રીતિ વગર પણ મારી સાથે આવે તો મારું સંકટ ટળે. વિમલા કહે તું ચિંતા કરીશ નહિ હું કમલાને સમજાવું છું ઈશ્વરની ઈચ્છા હશે તે કમલા માની જશે.
ત્યાંથી વિમલા કમલા પાસે ગઈ અને સમજાવવા લાગી, હે પુત્રી ! રાજકુમારને હુકમ છે કે ધમ્મલે સ્ત્રી સાથે સવારે બગીચામાં આવવું એટલે મને કે કમને પણ તારે સવારે તેની સાથે બગીચામાં જવાનું છે. બેટી હઠ ના કરીશ, ખેટો ગુસ્સે પણ ના કરીશ સવારે પતિની સાથે જજે અને કદાચ જે આ પતિ તને ગમતું ન હોય તે ત્યાં બીજા અનેક નવજુવાને આવનાર છે તેમાંથી પસંદ કરી તારી ઈચ્છા મુજબ ગમે તેને પસંદ કરી લેજે પર તુ એટલું ધ્યાનમાં રાખજે કે સ્વછંદીપણું કદી સુખ નહિં આપે હવે તારે શું કરવું એ તારે જોવાનું છે.
આ માટે એક દષ્ટાંત સાંભળવા જેવું છે કે સ્વછંદતાનું કેવું પરિણામ આવે છે ! તે છે વસુદત્તા અને અરિદમનનું દૃષ્ટાંત. કમલા કહે છે માતા કઈ વસુદત્તા અને કયે અરિદમન રાજા? તેની વાત મને કહી સંભળાવે.
વસુદત્તાનું દષ્ટાંત અવંતિ નામે એક મોટું નગર હતું. તેમાં ધનદત્ત નામે એક મહાધનવાન સાર્થવાહ રહેતું હતું. તેને ધન શ્રી નામે પત્નિ હતી. તેમજ તેમને ધનવસુ અને વસુદત્તા નામે પુત્ર પુત્રી હતાં.
કૌશાંબી નગરીથી વેમાર રોજગાર નિમિત્ત ત્યાં