________________
ર૬૮
ધર્મી-ધમ્મિલકુમાર કોઈક માણસે રાજકુમારને કહ્યું કે તમારા આ મિત્ર ધમ્મિલની સાથે રહેતી કમલા તેમની પત્નિ હોય તેમ લાગતું નથી. તેમને વહેવાર ભિન્ન ભિન્ન પ્રકારને જણાય છે. તેથી રાજકુમારે તે વાતની ખાતરી કરવા માટે બધા મિત્રોને પોતપોતાની પત્નિ સાથે અમુક દિવસે બગીચામાં ગોઠવેલી ઉજાણીમાં હાજર રહેવું એ હુકમ કર્યો.
ધમિલ સમજી ગયો કે ચોક્કસ આ પ્રયાસ મારી પરીક્ષા કરવા કોઈએ રાજકુમારને વાત કહીને ઉશ્કેરેલ હશે જ, તેથીજ બધા મિત્રોને પોતપોતાની પત્નિ સાથે હાજર રહેવા જણાવેલ છે હવે મારે શું કરવું ? હું કમલાને સાથે લઈને જઈ શકીશ નહિ અને મારી બધી વાત જાહેર થઈ જશે. જેથી મારી બેઈજજતી થવા સંભવ છે. એથી એ ઉદાસ થઈને ઘેર આવી એક બાજુએ માથે હાથ દઈને બેઠે આ જોઈને વિમલા તેની પાસે આવી તેની ઉદાસીનતાનું કારણ પૂછવા લાગી.
ધમ્મિલ કહે છે માતાજી ! મારા માથે ધર્મસંકટ આવી પડયું છે. કમલા સાથે મારો વહેવાર અમુક લેકો જાણી ગયા લાગે છે અને તેમણે તે વાત રાજ. કુમારને કહી હશે જેથી તે વાતની ખાતરી કરવા માટે રાજકુમારે ઉજાણે ગોઠવી દરેક મિત્ર પત્નિ સાથે હાજર રહેવાની આજ્ઞા કરી છે. હવે મારે શું કરવું. ભયંકર મુંઝવણ આવી પડી છે. કમલા કોઈ રીતે માને તેમ લાગતું નથી. અને જે આ કમલા દ્વેષ રાખીને મારી સાથે આવશે નહિ તે હું સર્વ લોકોમાં હાસ્યને પાત્ર થઈશ. માટે હે