________________
૨૭૨
ધસી –ધમ્મિલકુમાર
તેણીને વાયુના ઉપદ્રવથી રક્ષણ કર્યું. નવિન પ્રસવના ગધે વનમાં રહેતા વાઘ ત્યાં આવી ચડયા. અને ધનદેવને ફાડી ખાધા. પેાતાના પતિને વાઘે મારી નાંખ્યા. તે જોઈ વસુદત્તા બેભાન થઈ ગઈ. તે દરમ્યાન નવજાત બાળકને ધાવણ નહિં મલવાથી તે મરણ પામ્યા. સવારમાં તેણીને ભાન આવ્યું ત્યારે વિલાપ કરવા લાગી. હું સ્વામીનાથ ! મને જંગલમાં એકલી રઝળતી મૂકીને કયાં ગયા ? ઘણી રાકળ કરી. હે વાઘ! મારા પતિને બદલે મને કેમ ન મારી નાંખી ? અરેરે! મેં મારા સાસુ-સસરાની શિખામણ માની હાત તે। અમારી આ દશા ન થાત ! હું કેવી પાપણી ! મને આ શું સૂઝયું !
અંતે થાકીને—હુારીને અન્ને પુત્રાને લઈ ચાલી નીકળી. આગળ જતાં એક મેાટી નદી આવી. ઉપવાસમાં વરસાદ થયેલા હાઈ નદી ભરપૂર હતી અને પ્રવાહ ોરદાર હતા. એટલે એક બાળકને સમજાવી નદી કિનારે બેસાડી ખીજા બાળકને લઈ નદી ઉતરવા લાગી. નદીમાં મેટા પથ્થર અથડાતાં તેનું બાળક હાથમાંથી પડી ગયું અને પાણીમાં ડુખી ગયુ. શારીરિક શક્તિ ક્ષીણ હતી. સુવાવડી ખાઈ હતી. માંડ પરાણે ઊભી થઈ કલ્પાંત કરતી હતી. તે દરમ્યાન ખીજો પુત્ર નદી કિનારે હતા તે પણ લપસીને પાણીના પૂરમાં તણાઈ ગયા. તેણી ગભરાઈને મુઢ અની જતાં પાણીમાં તણાવા લાગી આગળ જતાં કોઈ ઝાડનું ડાળુ હાથ આવી જતાં તે પકડી લીધું, અને તણાતી કોઈ કિનારે આવી મંચી ગઇ.