________________
શીયળનું તેજ
ત્રિકાળજ્ઞાની, દેવાધિદેવ પરમાત્માની પૂજા કરીને વિધિપૂર્વક પ્રભુ સન્મુખ, ગુરુના વરદમુખે આ ચતુર્થ વ્રત
સ્વીકારવું જોઈએ. શ્રાવકે એ છેવટે સ્વદારા સંતોષ વ્રત પાળવું જ જોઈએ,
સંતોષઃ સ્વદારેપુ, ત્યાગદ્વાપરયેષિતામ ગૃહસ્થાનાં પ્રથયતિ. ચતુર્થ તદણ વ્રતમ !
વપત્નિ સિવાય મનુષ્ય, દેવ, તિર્યંચ તેમ અન્ય પરિ. ણત, વિધવાસ્ત્રીઓનો પણ ત્યાગ કરવો જ જોઈએ, સ્વપત્નિ સિવાય અન્યને બેન, દીકરી, માતા તુલ્ય માનવી જ જોઈએ.
સ્વપનિ સિવાય અન્ય નારીને તમે દેવી સદશ માને. તેનામાં મહીત ન થતાં તેને તમે ઉપકારી માનો કયારે પણ વિકૃતિ નહિં થાય એ માટે તે કહ્યું છે કે
યઃ સ્વદાપુ સંતુષ્ટ, પરદાદાપરમુખઃ | સ ગૃહી બ્રહ્મચારીત્વા, ઘતિકઃ પ્રકલ્પતે છે
જે મનુષ્ય પોતાની વિવાહિત સ્ત્રીમાં સંતુષ્ટ થઈ પર સ્ત્રીથી વિમુખ રહે છે. તે ગૃહસ્થ છતાં પણ બ્રહ્મચારીપથી અતિસમાન કહેવાય છે.
પરસ્ત્રી માતા સમાન ગણે છે તે નરમાંથી નારાયણ બની જાય છે. જ્ઞાનીઓએ તે જણાવ્યું છે કે વર્તમાન સમયના મહદશાને ઉપજાવે તેવાં કપડાં સ્ત્રીઓએ પરીધાન ન કરવાં જોઈએ. પોતાના નિમિત્તે કઈ પણ પુરૂષ પાપ ન બાંધે, દુષ્ટ વિચારે ન કરે. તે રીતે સ્ત્રી જાતિએ રહેવાની જરૂર છે. માટે તે બ્રહ્મવ્રતને સમુદ્રની ઉપમા આપી છે. બીજા વ્રતને નદીની ઉપમા આપી છે. સમુદ્ર