________________
૫૪
ધમ-ધમ્મિલકુમાર તે જીવનમાં મોટી કમાણી કરી જાય છે. શીલને રક્ષણમાં બીજા અનેક સદ્દગુણોનું પાલન આવી જાય છે. પ્રાણના સર્વસ્વના ભાગે પણ સતીત્વની રક્ષા કરજે. નિષ્કલંક સતીત્વ છેરાયેલા અંગને પણ પાછા પિતાને સ્થાને સ્થાપે છે. સતી કલાવતીના સંબંધમાં કહેવામાં આવે છે કે –
छेद्रात् पुनः प्ररोहति, ये साधारणशाखीनां । तद्वच्छीन्नानि चांगानि, प्रादुर्याति सुशीलत: ॥
જેમ અનંતકાય વનસ્પતિને છેદવાથી પાછી ફરીને ઉગે છે તેમ ઉત્તમ શીલથી છેદાયેલાં અંગે પણ પાછા ઉત્પન્ન થાય છે.
કલાવતીના વિષયમાં એના પતિને જ કા ઉપજી હતી, તેથી તેણે કલાવતીના બન્ને કાંડા કપાવી નાખ્યાં હતાં. આખરે તે શંકા ખોટી હતી તેમ સમજાયું. કલાવ તીએ પિતાની પવિત્રતાનાં પ્રભાવે ફરી હાથનાં કાંડા મેળવ્યાં. શંકાશીલ પતિએ અંતે ઘણે પશ્ચાતાપ કર્યો. શીયલને એ પ્રભાવ છે. શૂળીમાંથી સિંહાસન ઉપજાવવાની શક્તિ શિયલમાં જ છે.
એવા એ મહાપ્રભાવિક બ્રહ્મચર્યનું પાલન માટે દઢ મનોબળ જોઈએ. મનોબળથી જ બ્રહ્મચર્ય પાળી શકાય છે. બ્રા એ શક્તિને અખૂટ ભંડાર છે. વાસના ઉપર વિજય મેળવનાર બ્રહ્મવતનું સરળતાથી પાલન કરી શકે છે. પેટની ભૂખ ઉપર વિજય કદાચ ન પણ મેળવી શકાય પણ માનવી ધારે તે વાસનાની ભૂખ ઉપર વિજય મેળવી શકે છે. સંડાસમાં જેમ કીડા ખદખદે તેમ આજે તે મોટા ભાગે