________________
૨૫૮
ઘમઘમ્મિલકુમાર થયાં. શિવભૂતિએ સિંહના લગ્ન શાહુકારની પુત્રી દેવશ્રી સાથે કર્યાં દેવશ્રી અત્યંત મહર મુખમુદ્રાવાળી અને લાવણ્યવંતી હતી.
શિવભૂતિને દેવધરનામે મોટોભાઈ હતો. એક વખત વેપાર ધંધાના કામકાજ અંગે તેને કનકપુર જવાનું થયું. ત્યાં નસીબ જોગે નંદ નામના એક શેડ સાથે મિત્રતા થઈ. જેથી તેને નંદશેઠને ઘેર અવારનવાર જવાનું બનતું. નંદશેઠને યુવાન પુત્ર હતું તે ખૂબ જ દેખાવડો ગુણવાન અને હોંશિયાર હતા. તેથી દેવધરે તેના ભાઈની પુત્રી ચંદ્રલેખાનો તેની સાથે વિવાહ કર્યો.
બીજી બાજુ શિવભૂતિને પુત્ર સિંહ વેપાર માટે ચંપાનગરી ગયા હતા. અહીં એક શેઠના પુત્ર નામે સૂરદેવ સાથે દસ્તી થઈ. તે ખૂબજ દેખાવડો અને વ્યવહાર કુશળ હતા. તેને વિચાર્યું કે આ મિત્ર ચંદ્રલેખા માટે ખૂબજ યોગ્ય છે તેથી તેણે બહેનને વિવાહ કર્યો
ચંદ્રલેખાની માતા મહાશ્રી પોતાના પિયર ગયેલી. ત્યાં તેની બાળપણની બહેનપણીને પુત્ર ગુણચંદ્ર જોયે. તે તેને ગમી ગયે તેથી તેણે ચંદ્રલેખાનું સગપણ ત્યાં કર્યું. એ દરમ્યાન શિવભૂતિને જુને મિત્ર મહેશ્વર દત્ત નામે હતા તે ચંદ્રપુરથી અહીં ઘુતિલક નગરે આવી આવી ચડે. તેને પુત્ર શખદત્ત હતો. તેના વિષે વિગત જાણી અને મનને જચી ગઈ તેથી તેણે ચંદ્રાલેખાનું વેવિશાળ તેની સાથે કર્યું.
હવે જોગાનુજોગ એવું બન્યું કે ચારે જગાએથી